Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૨
[ ૧૦૩
तथा ज्ञानाधाचारकथनम् इति ॥११॥ અર્થ-જ્ઞાનાદિ આચારો કહેવા.
ભાવાર્થ –આચાર પાંચ પ્રકારના છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, અને વિચાર. તેનું વર્ણન કરવું જોઈએ.
જ્ઞાનાચાર તેમાં પ્રથમ જ્ઞાનાચારને જાણ જોઈએ. જે આચારથી જ્ઞાનાવરણીય કર્મને ક્ષય થાય, અને આત્માનું સ્વાભાવિક જ્ઞાન પ્રકટ થાય તેને જ્ઞાનાચાર કહે છે. તે જ્ઞાનાચારના આક ભેદ છે; તે વ્યાખ્યા સહિત અહિં કહેવામાં આવે છે.
૧. જે વખતે શ્રુત ભણવાનું ફરમાવેલું હોય તે વખતે તે શ્રુત ભણવું તે ભણવાનો યોગ્ય કાળ કહેવાય છે, યોગ્યકાળે કરેલી ખેતી ફળ આપે છે. તેમ યોગ્ય સમયે મેળવેલા જ્ઞાનનું બરાબર ફળ પ્રાપ્ત થાય છે.
૨. જ્ઞાન મેળવવાની ઈચ્છાવાળા વિદ્યાર્થીએ ગુરૂ આવે ત્યારે સન્મુખ ઉભા થવું ગુરૂનું આસન પાથરી આપવું, ગુરૂ બેઠા પછી બેસવું ગુરૂ ચરણની સેવા કરવી વગેરે વિનય કરો. અવિનયથી ભણેલી વિદ્યા નિષ્ફળ જાય છે, શ્રેણિક રાજને માતંગ (ચાંડાળ) પાસેથી વિદ્યા શિખવા વિનય કરવો પડયો હતો. જ્યાં સુધી તે ચાંડાલને આસન પર ઉપર બેસાડી શ્રેણિકરાજા તેનાથી નીચા આસન પર ન બેઠા ત્યાં સુધી તે વિદ્યા શિખી શકયા નહિ, માટે જ્ઞાન મેળવવા ગુરૂને બહુજ વિનય કરવો.
૩. ભણવામાં તત્પર થયેલા વિદ્યાર્થીએ ગુરૂનું બહુમાન કરવું. હૃદયમાં જાગ્રત થયેલા ગુરૂ ઉપરના પૂજ્યભાવને શાસ્ત્રમાં બહુમાન કહેલું છે. વિનય બાહ્ય ક્રિયારૂપ છે. અને બહુમાન હૃદયના ભાવરૂપ છે. શાસ્ત્રમાં વિનયની ચતુર્ભગી કહેલી છે.