Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૯૪ ]
ધમબિન્દુ (૨) જે માણસમાં પ્રેમ બહુ હેય તેને ભક્તિ માગથી સીધે રસ્તે વાળી શકાય,
(૩) જેને જ્ઞાન પ્રત્યે રૂચિ હોય તેને જ્ઞાન માગથી ધર્મ માગે લાવી શકાય.
માટે ઉપદેશ ગ્રહણ કરનારમાં કેવા કેવા ગુણો છે અથવા કયા અવગુણો છે, તે પ્રથમ વિચારવું જોઈએ.
વળી તેને કયા દેવ અથવા શાસન માટે વધારે રાગ છે, તે ઉપદેશકના જાણવામાં આવે, તે તે શાસનમાં પણ આવા ઉત્તમ માનુસારિપણાના ગુણોનું વર્ણન કરેલું છે તેમ દર્શાવી, તેની પ્રીતિ પ્રથમ સંપાદન કરવી. પછી તેનામાં અને આપણું શાસનમાં શી શી બાબતમાં મતભેદ છે, અને તે શા કારણથી છે, અને તેમાં વધારે ઉચ્ચ તો કેનામાં છે તે સમજાવવું, કે જેથી તે સમાગે વળે.
તથા–સાધારng"પ્રશતિ /રા અર્થ : સાધારણ ગુણની પ્રશંસા કરવી.
ભાવાર્થ-જે માણસે દેશના સાંભળવાને યોગ્ય અધિકારી લાગતા હોય તેમની આગળ પ્રથમ તો લૌકિક અને લેકોત્તર સામાન્ય ગુણની પ્રશંસા કરવી, કે જેથી તે લોક તમારો બેધ સાંભળવા લલચાય.
હવે તે સામાન્ય ગુણે જ્યાં તેનું નીચેના શ્લોકથી વર્ણન કરે છે –
प्रदानं प्रच्छन्नं गृहमुपगते संभ्रमविधिः । प्रियं कृत्वा मौनं सदसि कथनं चाप्युपकृतेः ।।१।। अनुत्सेको लक्ष्म्यां निरभिभवसारा परकथा । अते चासंतोषः कथमनभिजाते निवसति ॥२॥