Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૯૨ ]
ધબિન્દુ
અર્થ : અભૂમિ (ઉષરભૂમિ)માં વાવેલાં બીજના નાશ થાય છે, અથવા અંકુરો થાય તા તે નિષ્ફળ થાય છે, તેવી જ રીતે અયોગ્ય પાત્રમાં વાવેલા સદ્ધર્મનાં બીજના નાશ થાય છે, અથવા અકુરો ફૂટી નિષ્ફળ જાય છે.
ભાવાઃ—મારવાડ આદિ દેશની વેરાન ભૂમિમાં વાવેલા ખીજને અંકુરા આવતા નથી, અને દૈવયોગે અંકુર ફુટી નીકળ્યા તાપણું ધાન્યાદિની નિષ્પત્તિ રૂપ ફળ મળતુ` નથી. તેજ રીતે અજ્ઞાન રૂપ ખારી જમીનવાળા હ્રદયમાં વાવેલાં સદ્ધર્મનાં ખીજતા નાશ થાય છે અને કદાચ અંકુરા રૂપી કાઈ સદ્ગુણુ વ્યવહારમાં પ્રગટ થઈ શકે, પણ મેાક્ષરૂપ ફળ તા મળતું નથી. આમ થવાનું કારણ શું ? न साधयति यः सम्यगज्ञः स्वल्पं चिकीर्षितम् । अयोग्यत्वात्कथं मूढः स महत्साधयिष्यति ||
અર્થ : મૂઢ માણસ પેાતાની અયોગ્યતાથી ઘેાડુ પણ કરવા ધારેલું સારૂ` કા` કરવા સમર્થ થતો નથી, તો પછી મોક્ષપ્રાપ્તિરૂપ મોટું કાર્ય કરવા તે કેવી રીતે શક્તિમાન્
થઈ શકે ?
ભાવાઃ—મૂખ માણુસ કાઈ પણ કામ કરવા લાયક નથી. પેાતાને હિતકારી શું છે, અને પેાતાને દુઃખકારી શું છે, તેના તફ્રાવત નહિ સમજનારા પુરૂષ, પેાતાની આજીવકા ચલાવવા પણ શક્તિમાન થતા નથી. જે સરસવ માત્ર ધારણ કરવાને સમથ નથી તે મેરૂ પ ત 'કેમ ધારણ કરી શકે ? અર્થાત્ નજ ધારણ કરી શકે. તેમ જે માણસ જેટલા ખાધને યેાગ્ય હોય તેટલે આપવા; નહી તેા પરિણામ લાભકારી થવાને બદલે હાનિકારક નીવડે છે. કહ્યુ` છે કેઃ—
गुणा गुणज्ञेषु गुणा भवन्ति ते निर्गुणं प्राप्य भवन्ति दोषाः । आस्वाद्यतोयाः प्रभवन्ति नद्यः समुद्रमासाद्य भवन्त्यपेयाः ||