Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૧
[ ૬૫
સાચવી રાખનારા છે
જ્ઞાન મેળવવાના ત્રણ રસ્તા છે. ધન, વિદ્યા અને ગુરૂપદ શુશ્રુષા-ગુરૂ ભક્તિ, તેમાં ત્રીજો સૌથી ઉત્તમ છે. જ્યારે શિષ્યની ભક્તિથી ગુરૂ પ્રસન્ન થાય છે ત્યારે જ તેમના હૃદયમાંથી જ્ઞાનપ્રવાહ વહે છે, અને ત્યારેજ અ૯પ સમયમાં શિષ્ય પણ જ્ઞાની બને છે. માટે ગુરૂકૃપા મેળવવા તેમની તન, મન અને ધનથી ભક્તિ કરવી એ ગૃહસ્થને સામાન્ય ધર્મ છે.
જે લેકેની શક્તિ ક્ષીણ થઈ ગઈ હોય, અને જેઓ ગરીબ સ્થિતિમાં આવી ગયા હોય, તેવા દીન-રંક જનને ધન આપવું એ ગૃહસ્થને ઉચિત ધર્મ છે.
આત્માને આનંદ સ્વભાવ ખીલવવા માટે દાન જેવો એક પણ ઉત્તમ માર્ગ નથી,
બીજાનું દુઃખ જોઈ તમારા મનમાં દયા વસે ત્યારે તમે તે દુઃખનું દુઃખ દૂર કરવા પ્રયત્ન કરે છે તેથી તમને તથા દાન લેનારને, બંનેને આનંદ થાય છે. દાન તે તે દૈવી ગુણ છે.
શાસ્ત્રમાં ધનની ત્રણ ગતિઓ કહેલી છે. દાન, ભગ, અને નાશ, જેઓ પરોપકારાર્થે ધનને દાનમાં વ્યય કરતા નથી, અથવા સ્વાર્થે ધન ખરચતા નથી, તેમના ધનની ત્રીજી ગતિ એટલે નાશ થાય છે, માટે પ્રસંગ મળતાં યથાશક્તિ દાન કરવું. કારણ કે ધન મરણ સમયે આપણી સાથે આવતું નથી, પણ ધન આપવાથી વૃદ્ધિ પામેલી દયાવૃત્તિ તો સાથે આવે છે. માટે દીનને તિરકાર નહિ કરતાં સ્વશક્તિ અનુસાર તેને ઉદ્ધાર કર.
આ રીતે દેવ, અતિથિ અને દીનની સેવા કરવી, તેમાં પણ
तदौचित्याबाधनमुत्तमनिदर्शनेनेति ॥४०॥
અર્થ : દેવાદિના ઔચિત્યનું ઉલ્લંઘન ન કરવું, - અને ઉત્તમ પુરૂષના માર્ગે ચાલવું.