Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૧
[ ૭૫ ખરેખર આધાર છે, માટે જે લેક વિરૂદ્ધ તથા ધર્મ વિરુદ્ધ હોય, તેને ત્યાગ કરવો.
तथा हीनेषु हीनक्रमः ॥४७॥ અર્થ : હીનની સાથે ઓછો વ્યવહાર રાખ.
ભાવાથી પોતાના કર્મ દેવથી જાતિ વિદ્યા વિગેરે બાબતેમાં નીચતાને પામેલા હીન લેકે સાથે વ્યવહાર ઓછો કરવો પણ સર્વથા તેમને તિરસ્કાર કરવો નહિ. આપણે મદના વિષયમાં વિચારી ગયા કે જે માણસ વિદ્યા જાતિ વગેરેને મદ કરે છે, તે માણસ બીજા ભવમાં તેથી હીન બને છે. માટે બીજામાં કાંઈ પણ દોષ હેય, તે તે કર્મની વિચિત્ર ગતિ છે, એમ માની તેના પર દયા લાવવી જોઈએ.
ગુણ માણસ અવગુણથી સર્વથા વિમુખ રહે તો અવગુણું તેના ગુણને લાભ લઈ શકે નહિ. પણ જે ગુણોની અવગુણી ઉપર જરા પણ રહેમ નજર હેય, તે અવગુણ પણ આત્મનિરીક્ષણ કરી પિતાની ભૂલ સમજે, અને ગુણ પુરૂષોનું અનુકરણ કરી પિતાને દેષ દૂર કરવા સમર્થ થાય. એકદમ આ સ્થિતિ પ્રાપ્ત થઈ શકતી નથી. પ્રથમ ગુણ ઉપર રાગ થાય છે, અને પછી તે ગુણ ગ્રહણ કરવાને લલચાય છે. પણ તેવા માણસ સાથે ઓછો સંબંધ રાખવો કારણ કે વધારે સંબંધ રાખવાથી આપણને પણ દુરાચરણમાં પડવાને સંભવ રહે છે. આ સામાન્ય ગૃહસ્થ ધર્મને આશ્રય લખેલું છે, એ ભૂલવું જોઈએ નહીં.
___ तथा अतिसंगवर्जनमिति ॥४८॥ અર્થ : અતિશય પરિચયનો ત્યાગ કરવો.
ભાવાર્થ – સર્વની સાથે અતિ પરિચય કરવો નહિ. કારણ કે અતિશય પરિચય તિરસ્કાર ઉત્પન્ન કરે છે. જે વસ્તુ આપણને