Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૭૨ ]
ધર્મબિન્દુ प्रसृष्टे विण्मूत्रे हदि सुविमले दोषे स्वपथगे । विशुद्ध चोद्गारे क्षुदुपगमने वातेऽनुसरति ॥१॥ तथाग्नावुद्रिक्ते विशदकरणे देहे च सुलघौ । प्रयुज्जीताहार विधिनियमितः कालः स हि मतः ॥२॥
મળ મૂત્રને ત્યાગ, મનની પ્રસન્નતા, દે (વાત, પિત્ત અને કફની) પિત પિતાના માર્ગમાં પ્રવૃત્તિ, ઓડકારની શુદ્ધતા, ક્ષુધાની પ્રાપિત વાયુની યથા યોગ્ય ગતિ, જઠરાગ્નિની તેજતા, શરીરનું હલકાપણું, અને ઈદ્રિયોની નિર્મળતા, એટલી બાબતે જ્યારે થાય ત્યારે જે.જન કરવું
આજ કાલ લોકે આવી બાબતો તરફ બિલકુલ લક્ષ આપતા નથી, અને તેથી જ જ્યાં ત્યાં દૃષ્ટિ ફેરવીએ છીએ ત્યાં ફિક્કા પડી ગયેલા ચહેરાવાળા, નિર્બળ બાંધાના, અને પુરૂષાર્થહીન મનુષ્યો આપણને જણાય છે. તેમાંનું એક કારણ નિયમસર અને મિતાહાર ભોજનની ખામી છે એ આ ઉપરથી સમજવું જોઈએ.
तथा बलापाये प्रतिक्रियेति ॥४४॥ અર્થ : બળને નાશ થાય, ત્યારે તેને ઉપાય કરવો.
ભાવાર્થ –જ્યારે આપણું શરીર નિર્બળ થતું લાગે ત્યારે પ્રથમ તે ક્યા કારણથી તેની તેવી સ્થિતિ થઈ તે કારણ શોધવું અને પ્રથમ તે તે કારણને દૂર કરવું. જે શરીરના બળને ઘટાડે એવા પરિશ્રમથી શરીર નિર્બળ થવું હેય, તે તેવા પરિશ્રમને ત્યાગ કરવો. હલકે સાત્વિક આહાર લે, અને બીજા પણ બળ આવે તેવા ઉપાય કરવા. કારણ કે શાસ્ત્રમાં પણ કહ્યું છે કે,
बलमूलं हि जोवितम् ॥
બળ વતનું મૂળ છે. અને શરીર એજ પ્રથમ ધર્મસાધન છે. માટે શારીરિક બળને જેમ હાનિ ન પહોંચે તેમ વર્તવું. કોઈ પણ સમયે વ્યાધિની ઉપેક્ષા કરવી નહિ. કહ્યું છે કે,