Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૧
[ ૬૯
સામાન્ય ખારાઇ હોય કે શિષ્ટ હોય તા પણ નિયમ પ્રમાણે મિતાહાર કરવા. દુનિયામાં જે રાગેા ઉત્પન્ન થાય છે. તેમાંના ધણાખરા અધિક ભોજનથી થાય છે. અધિક ખાવાથી ઉલટી, ઝાડા કે મરણુ એ ત્રણમાંનુ એક પરિણામ આવે છે. એટલે તે અન્ન પચતું નથી, માટે મિતાહારપણે જમવું,
સવારમાં એવી રીતે જમવું કે સાંજે જરાગ્નિ મંદ ન પડી જાય, અને સાંજે એવી રીતે જમવું કે બીજે દિવસે સવારે જર્ડરાગ્નિ પ્રદીપ્ત રહે. સાંજે તા અવશ્ય રૂચિ કરતાં પણ કાંઇક ન્યૂન જમવું. કારણ કે રાત્રિએ શયન કરવાથી સાંજે ખાધેલા અન્નને પચવાને અવસર મળતા નથી, કેમકે ઉંધમાં સ` અવયયે સ્તબ્ધ થઈ જાય છે, તેથી તેમના વ્યાપાર થતા નથી. માટે અન્ન પચાવવામાં હરકત આવે છે, અને નિદ્રા પણ બરાબર આવતી નથી. માટે જે લેાકેા રાત્રિભોજન કરે છે, તેમને આ બાબતથી ચેતવાની જરૂર છે.
ભોજનના પરિણામ વિષે કાઈ પણ ખાસ સિદ્ધાંત નથી. જેટલુ પોતાની જઠરાગ્નિ ચાર્વી શકે તેટલું જમવુ, એટલે સુખેથી જેટલું પચી શકે તેટલા આહાર લેવા; કારણ કે હદ ઉપ રાંત જમવાથી જઠરાગ્નિ તથા શરીર બગડે છે. તે જ રીતે જેની જઠરાગ્નિ પ્રદીપ્ત હોય, તે જો ઘેાડું જમે તા પણુ દેહ દુળ થાય છે. જે માણુસ થાકી ગયા હૈાય તેણે જરૂર ઘેાડુ` ભોજન લેવું. નહિ ત। ઉલટી થાય છે અથવા તાવ આવે છે. વળી થાકેલા માણસે એકદમ અન્નપાન ન લેવું, કારણ કે તેથી અનેક પ્રકારના રોગે ઉદ્ભવે છે. માટે કસરત કર્યાં પછી અથવા કાઈ પણ પ્રકારના શ્રમ થયા પછી, અથવા દૂરથી ચાલીને આવ્યા પછી ઘેાડી વાર વિશ્રાંતિ લઈને પાણી પીવું અને ભોજન કરવું.