Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૧
[ ૩૫ - “મદ બહુ ભયંકર મને વિકાર છે, અને તે આપણું મન ઉપર સ્વાભાવિક રીતે સામ્રાજ્ય ભગવે છે, તે બાલ્યાવસ્થાથી શરૂ થાય છે, અને જો તેને રોકવા પ્રયત્ન કરવામાં ન આવે, તે તે મરણ પર્યત પિતાની સત્તા ચલાવે છે. બીજા દુર્ગુણ-મનવિકારે અમુક વય સુધી પિતાનું જેર સૂચવે છે, અને અમુક દેશમાં વધારે ફતેહ પામતા જણાય છે. દાખલા તરીકે જુવાનીમાંક્રોધને જુસ્સો બહુજ હોય છે, અને ઘડપણમાં લેભ-તૃષ્ણ બહુજ વધે છે. એક દેશમાં વેર લેવાની વૃત્તિ જબરી જણાય છે, તો બીજા દેશમાં વિચારની અસ્થિરતા ઘણે ભાગે પ્રબળ જણાય છે. પરંતુ અહંભાવ મદ તો દરેક દેશમાં જોવા મળે છે, દરેક દેશની હવાને અસર કરે છે, અને દરેક પ્રજાને બગાડે છે. તે પૂર્વ દેશના સુંદર ‘ઉદ્યાનોમાં તેમજ દક્ષિણના જંગલોમાં પણ પિતાનું સામર્થ્ય પ્રકાશે છે. અને જેટલા પ્રભાવથી તે એક મોજશોખીલા માણસના મહેલમાં દેખાય છે તેટલાજ પ્રભાવથી તે જંગલીની ગુફામાં જણાય છે. તે સર્વ દુર્ગણ સાથે ભળી જાય છે, અને તેને રોકવા નિત્ય સ્થાયી સંભાળ લેવામાં ન આવે તો તે સદ્ગણ સાથે પણ ભળી જાય છે? આ વિચારે એવા છે કે તેના પર જેમ વધારે વિચાર કરશું તેમ તેનું સત્ય વધારે ને વધારે જણાઈ આવશે.
માટે આ આઠે પ્રકારના મદને વિભાવિક ગુણે માની તેમને નાશ કરવા શકય પ્રયત્ન કરો. જે માણસમાં મદ હોય છે તેઓ બીજામાં કોઈ બાબતની વૃદ્ધિ જોઈ સહન કરી શકતાં નથી અને તે સામા માણસમાંથી તે નાશ પામે તેવી ઈચ્છા રાખે છે અને નાશ કરવા હંમેશા પ્રયત્ન કરે છે. આ રીતે અભિમાની માણસમાંથી પ્રમોદ ભાવના નાશ પામે છે, અને ઈર્ષ્યા ઉત્પન્ન થાય છે. જે આખરે અનેક પ્રકારનાં અશુભ પરિણામ લાવે છે. માટે સમજુ માણસે સર્વથા આ મદને ત્યાગ કરવો ઘટે છે.