Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૧
[ ૫૭, અર્થ : માતાપિતાને પરલોક હિતકારી દેવપૂજા, સામાયિક વિગેરે ધર્મ વ્યાપારમાં જોડવા, તેમની અનુજ્ઞા પૂર્વક પ્રવૃત્તિ કરવી, નવીન વસ્ત્ર, ફળ, ફૂલ આદિ આવે તે પ્રથમ તેમને આપવા, તેઓએ ઉપગ કર્યા પછી પોતે ઉપયોગ કરે અને તેમને અનુકુળ ન હોય યા બંધ હોય તે જુદી વાત.
ભાવાથ–આવા ઉપકારી માતા-પિતાના ઉપકારને બદલે કોઈ પણ રીતે વાળી શકાતો નથી. શાસ્ત્રકારોએ તે ત્યાં સુધી કહ્યું છે કે આપણા ચામડાના જુતા બનવડાવીને એ માતા-પિતાને પહેરાવવામાં આવે તો પણ ઉપકારને બદલે વાળી શકાય નહિ.
હાં ! એ ઉપકારના ઋણમાંથી કંઈક અંશે હળવા થવા માટે તથા ઉપકારને કૃતજ્ઞભાવે સ્વીકારીને પૂજ્ય ઉપકારી માતા-પિતા આદિ વડીલોને પરલોકમાં એકાંત હિતકારી પ્રભુ પૂજામાં જોડવા.
પ્રભુ પૂજામાં મગ્ન બનેલા વડીલે જેટલી આત્મ જાગૃતિ લાવશે તેના લાભ આપણને મળશે. તેવી જ રીતે સામાયિક વિગેરે ધર્માનુષ્ઠાનમાં પ્રેમ પૂર્વક-ભક્તિ પૂર્વક જોડવા.
પૂના આશીર્વાદથી પ્રારંભ કરેલ કઈ પણ કાર્ય સફળ થાય છે તેથી દરેક કાર્ય-પ્રવૃત્તિ માટે એ પૂજયોની અનુક્ષા લેવી. '.
જે હૈયામાં બહુમાન-પ્રિતિ–ભક્તિ હશે તે જ એ ઉપકારીઓ પ્રત્યે કૃતજ્ઞતાભાવ ટકાવી શકાશે અને એમની ભક્તિ માટે નવા વસ્ત્રોલ–કૂલ વિગેરે જે આવે તે પ્રથમ તેમને આપવા અને તેઓએ ઉપયોગ કર્યા પછી પોતે ઉપયોગ કરે.
કોઈ કારણસર પૂજ્યવડીલને એ વસ્તુ અનુકુળ ન હોય અથવા ત્યાગ હોય, તે પોતે એમની અનુજ્ઞા પૂર્વક ઉપયોગ કરવી, તે ગૃહસ્થનું કર્તવ્ય છે.