Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
ધર્મબિન્દુ પુરૂ, તથા ઘર્મના ઉપદેશકે એ સર્વને સમુદાયને સંતોએ ગુરૂ વર્ગ માને છે.
ઉપર જણાવેલ ગુરૂવર્ગને વિનય તથા બહુમાન કેમ કરવાં તે. પણ શાસ્ત્રમાં જણાવેલું છે.
अभ्युत्थानादियोगश्च तदन्ते निभृतासनम् ।
नामग्रहश्च नास्थाने नावर्णश्रवणं क्वचित् ॥ ગુરૂજન આવે ત્યારે ઉભા થવું, સામા જવું, આસન આપવું અને સુખશાંતિ પૂછવી તથા તે પ્રસન્ન થાય તેમ વર્તવું. તેમની નજીક સ્થિર આસને બેસવું. તથા અધોગ્ય સ્થળે તેમનું નામ ગ્રહણ કરવું નહિ. પવિત્ર સ્થાને રહી કરેલ મંત્રાક્ષર ફળીભૂત થાય છે, તેમ ગુરુવનું નામ પણ પવિત્ર રાખવું, વળી કોઈપણ સ્થળે તેમને અવર્ણવાદ (નિંદા) ન સાંભળ. જે શક્તિ હોય તે પ્રત્યુત્તર આપી નિંદા કરનારને બેલતે બંધ કરો, અને જો શક્તિ ન હોય તે તે સ્થાનેથી ઉઠી બીજે ચાલ્યા જવું. આ સર્વ બાહ્ય વિનયના ગુણ છે.
ગુરૂવર્ગ ઉપરનું બહુમાન એ હૃદયને અંતરંગ ભક્તિભાવ છે, જે ઉપરોકત પ્રવૃત્તિથી જણાય છે. માટે કદાચ કઈ કારણ પ્રસંગે વિનયમાં ખામી આવી જાય પણ બહુમાનમાં તે ખામી નજ આવવી જોઈએ. કારણ કે ગુરૂવર્ગ આપણું બાહ્ય ક્રિયા કરતા આપણા ભાવને વધારે જુએ છે, અને પારખી પણ શકે છે. માટે માતા, પિતા તથા ગુરૂવર્ગને વિનય અને બહુમાન ભાવ સહિત કરવાં. એ ગૃહસ્થને સામાન્ય ધર્મ છે. आमुष्मिक योगकरणं तदनुज्ञया प्रवृत्तिः प्रधानाभिनवोपनयनं तद्भोगे भोगोऽन्यत्र तदनुचितादिति ॥ ३२ ॥