Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૧
[ ૫૦ રને લીધે જ થાય છે. ઘણુ માણસે અમુક કાર્ય કર્યા પછી તેનું અનિષ્ટ પરિણામ આવશે એ ભય રાખી નીચે પ્રમાણે બેલત સાંભળવામાં આવે છે.
“જે મેં વિચાર કર્યો હેત, તે હું કદી તે કાર્ય કરત નહિ.
જો મેં જરા પણ વિચાર કર્યો હોત, તો કદાપિ તે રીતે વર્તત નહિ.
જે મેં એક ક્ષણભર પણ મગજને વિચાર કરવાની તસ્દી આપી હેત, તે તે મૂર્ખતા ભરેલે શબ્દ હું ઉચ્ચારતા નહિ, અને તે અસભ્ય કાર્ય કદી પણ આચરત નહિ.”
માટે બાળપણથી જ વિચાર કર્યા સિવાય નહિ બલવા તેમજ વિચાર કર્યા સિવાય કાય નહિ કરવા તમારી જાતને કેળવો; તો શરીર તેની મેળેજ મનને અનુસરતાં શીખશે, અને અવિચારીપણું જેને લીધે બીજાને ઉગ કરાવનારી પ્રવૃત્તિ ઘણે ભાગે થાય છે તેને નાશ થશે.
જૈનશાસ્ત્રમાં કહેલા ચૌદ નિયમમાં આ પણ એક ઉચ્ચ ઉદેશ રહેલો છે. જ્યારે માણસે નિયમ કરેલું હોય છે ત્યારે મનુષ્ય દરેક કાર્ય કરતાં વિચાર કરે છે કે અમુક કાર્ય કરવાથી મારા નિયમને તો ભંગ નહિ થાય. એ વિચારથી તેને પ્રમાદ રહિત અવસ્થામાં રહેવું પડે છે. આ મનની અપ્રમત્ત અવસ્થા આગળ જતાં બહુજ ઉપયોગી થાય છે, માટે આવી રીતે મનને કેળવવું, અને બીજાને ઉદ્વેગ થાય તેવું કાર્ય કરવું નહિ, અથવા વચન બોલવું નહિ એ સાર છે.
આશ્રિતનું પોષણ तथा भर्तव्य भरण मिति ॥ ३४ ॥
અર્થ જણાસ્ત્રમાણ થયRય હોય તેનું ભરણ પોષણ કરવું