Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૫૮ ]
ધમબિન્દુ ઉગજનક પ્રવૃત્તિત્યાગ તથા મહેનનીય પ્રવૃત્તિપિતિ. રૂરૂ છે. અર્થ: કેઈને ઉદ્વેગ ન થાય તેવી પ્રવૃત્તિ કરવી.
ભાવાથ–સ્ત્રી અથવા પુરૂષ કેઈના પણ મનને આપણી પ્રવૃત્તિથી અશાંતિ–ઉગ થાય તેવું કાર્ય કરવું નહિ, અથવા તેવું વચન બોલવું નહિ, કારણ કે તેથી પિતાના મનની સ્થિરતા થતી નથી. જેવું કર્મ તેવું ફળ. માટે બીજાને ઉગ કરાવનારૂં પ્રવર્તન સર્વથા ત્યજવા લાયક છે. - નિરંતર કાર્ય કરતાં અથવા વચન બોલતાં અગાઉ પિતનાં કાર્યો તથા વચનની શી અસર થશે, તે પર લક્ષ આપવું જોઈએ અને તે માટે પોતાની જીહાને નિયમમાં રાખવી. અમૃત અથવા ઝેર જીભમાં રહેલું છે. જે જીભ મિત્રતા કરાવે છે, તેજ જીભ શત્રતા કરાવે છે. જીભમાં વશીકરણમંત્ર રહે છે, અને મિત્રતા તેડવાનાં કારણે પણ તેમાંજ રહેલાં છે. “બીજાનું ભુંડું બેલી મનુષ્ય આ જી હારૂપ કુહાડાવતી પિતાને જ નાશ કરે છે.”
જ્યારે આપણુમાં ક્રિોધ વ્યાપી રહ્યો હોય, ત્યારે તે સર્વથા. મૌનવ્રત ધારણ કરવું, કારણ કે તે સમયમાં એવા શબ્દો બોલી, જવાય છે કે જેથી આખી જીંદગી સુધી તે શબ્દ ખટકે છે. શસ્ત્રને ઘા ઝટ રૂઝાય છે, પણ વચનને કારમો ઘા છંદગી પર્યન્ત રૂઝાત નથી, માટે બોલતાં પહેલાં વિચાર કરે. ભાષાશુદ્ધિ રાખતાં શીખે, કે જેથી જીવ સર્વથા પ્રિય થઈ પડે, આવી જ રીતે કાર્ય કરતાં પણ વિચાર કરવાની જરૂર છે.
“મન:પૂર્વ વાર્થ મનથી પવિત્ર કરેલું કાર્ય કરવું. આ જગતમાં જે અનર્થ થાય છે તેમાંના ઘણાખરા અવિચા