Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૧
[ ૩૭. ભૂલને કબૂલ કરે છે, અને તેમાંથી કયારે હું છુટું તેવી ભાવના કરે છે પણ તેમાં આનંદ માનતા નથી, અથવા હર્ષ પામતા નથી. માટે દુર્ગણમાં હર્ષ નહિ રાખવો, એજ ટીકાકારના કહેવાને ભાવાર્થ છે.
આ પ્રમાણે અંતરગ છે શત્રુઓને ત્યાગ કરીને ધર્મ તથા અર્થને બાધ ન આવે તે પ્રમાણે ગૃહસ્થાશ્રમને યોગ્ય પાંચે ઈન્દ્રિયોના વિષયમાં અત્યંત આસક્તિ રાખ્યા સિવાય તે ભોગવવાં, અને ધીમે ધીમે ઈન્દ્રિય ઉપર નિગ્રહ રાખતાં શીખવું, કેમકે સર્વથા ઈન્દ્રિયોને રોધ કરવો તે તે “યતિ નો ધર્મ છે. અહીંયા સામાન્ય ગૃહસ્થ ધર્મનું સ્વરૂપ વર્ણવાય છે, માટે યતિ ધર્મ બાબત વિશેષ વર્ણન આગળ કહેવામાં આવશે तथा उपप्लुतस्थानत्याग इति ॥ १६ ॥
અર્થ–ઉપદ્રવવાળા સ્થાનને ત્યાગ કરવો એ ગૃહસ્થને સામાન્ય ધર્મ છે.
ભાવાર્થ-જ્યાં પિતાના રાજ્ય તરફથી, અથવા બીજા રાજ્ય તરફથી લડાઈ થવાનો સંભવ હોય, તેવા સ્થાનમાં વસવું યોગ્ય નથી. તેમજ જે સ્થાનમાં દુકાળ કે મરકી પડ્યા હોય તેવા સ્થળમાં પણ વસવું ઉચિત નથી.
પહેલાના સમયમાં હાલની માફક રેલવે તથા સ્ટીમરનાં સાધન નહેતાં તેથી બીજા દેશમાં પુષ્કળ પાક થયો હોય છતાં અમુક ગામવાળા દુકાળની આફતથી પીડાઈ મરણ પામતા માટે દુકાળ પડે તે ગામથી બીજા ગામમાં જઈ વસવા માટે અત્રે સલાહ આપી છે. વળી મરજીવાળા શહેરમાં પણ વસવું એ આરોગ્યને નુકશાનકારક છે. કારણ કે શરીરમાં નવા-જુના અણુઓની રાત દિવસ આવ-જા ચાલ્યા જ કરે છે. શરીરમાં ઝીણામાં ઝીણું તાંતણ, હાડકા, સ્નાયુ વગેરે સર્વ અવચના બંધારણમાં અણુઓની આવ-જા એવી થાય છે કે થોડા વર્ષમાં તે શરીરમાં એક પણ અણુ જુને રહેતો નથી. આ ફેરફાર