Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૧
[ ૫૩
નામાં વૃદ્ધિ થાય છે. સત્સંગનું માહા... એટલું બધું છે, કે આ ગ્રન્થ લખીએ તે પણ સંપૂર્ણ રીતે તે દર્શાવી શકાય નહિ.
કવિ ભર્તૃહરિ લખે છે કે – जाड्यं धियो हरति सिंचति वाचि सत्य। मानोन्नति दिशति पापमपाकरोति ।। चेतः प्रसादयति दिक्षु तनोति कीर्ति । सत्संगतिः कथय किं न करोति पुंमाम् ॥
સત્સંગ, બુદ્ધિની જડતા હરે છે, વાણીમાં સત્ય સિંચે છે, માન અને ઉન્નતિને માર્ગ દર્શાવે છે, પાપને દૂર કરે છે, ચિત્તને નિર્મળ કરે છે, દિશાઓમાં કીર્તિને ફેલાવે છે; કહો કે સત્સંગ શું નથી કરી શકતો ?
ટીકાકાર લખે છે કે – यदि सत्संगनिरतो भविष्यसि भविष्यसि । अथासज्जनगोष्ठीषु पतिष्यसि पतिष्यसि ।
જે સારા પુરૂષોની સોબતવાળો થઈશ તે અશ્વર્યવાળ થઇશ, અને જો તું અસત્ પુરૂષની સોબતમાં પડીશ તો તું સર્વએશ્વર્યથી પતિત થઈશ એટલે સુખ મેળવી શકીશ નહિ, માટે સત્સંગ સેવવો.
માતા-પિતા પૂજન –તથા માતૃપિતૃપૂતિ રૂા. અર્થ––માતાપિતાની પૂજા કરવી.
ભાવાર્થ –ભારતભૂમિ કે જે આર્ય આચારને લીધે પ્રસિદ્ધ છે તેમાં માતા-પિતાની ભક્તિ એ ઉત્તમ આચરે છે.
જે દિવસે પિતાના રાજ્યાભિષેક માટે સઘળી તૈયારીઓ થઈ રહેલી છે, ચારે બાજુ આનંદ વ્યાપી રહેલે છે, તે જ દિવસે પોતાના પિતાનું વચન રાખવા રાજપાટ મૂકી વનવાસમાં ચૌદ વર્ષ સુધી