Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૪૦ ]
ધર્મબિન્દુ
મળે છે. ઉત્તમ પુરૂષની સેાબત આપણને ઉત્તમ થવા પ્રેરે છે. તેમના ઉત્તમ કાર્યો આપણને ઉત્તમ કાર્ય કરતાં શીખવે છે, તેમના ઉત્તમ ખાધ આપણા જીવન વ્યવહારને ઉન્નત બનાવવા પ્રેરે છે. આ પ્રમાણે તેમના વચન અને કાર્ય આપણને અસર કરે છે. એટલુ જ નહિ પણ તેમના શુદ્ધ વિચારા પણુ આપણને શુદ્ધ વિચારવાળા બનાવે છે પણ મહા પુણ્યના ઉય વિના સત્સંગતિ મળતી નથી. કહ્યું છે કેઃ
ઝેરી ઝાડ સ’સારને, મધુરાં ફળ એ હૈય; કાવ્યામૃત રસસ્વાદને, મુજન સમાગમ સ્હાય. માટે સત્પુરૂષ શેાધી તેમની સેવા કરવી ટીકાકાર લખે છે કેगुणवानिति प्रसिद्धिः संनिहितैरेव भवति गुणवद्भिः । ख्याता मधुर्जगत्यपि, सुमनोभिः सुरभिभिः सुरभिः ||
સ : સારા ગુણવાળા પુરૂષોની સમીપમાં રહેવાથી જ ‘આ ગુણવાન' છે એમ પ્રખ્યાતિ થાય છે, વસંત ઋતુમાં સુરભિ (સુગંધી) પુષ્પા થાય છે, તેથીજ વસંત ઋતુને સુરભિ એવું નામ આપવામાં આવ્યું છે.
જેવા માણસની સેાબત રાખે તેવા તે ગણાય છે. 'ગ્રેજીમાં પણ કહેવત છે કે, જેવી સાખતમાં માણસ ફરે તેવા તે ગણાય છે. વળી એક ગ્રંથકારે કહ્યું છે કે “તમારા મિત્રો કાણુ અને કેવા છે તે મને પ્રથમ જાવા, એટલે પછી હું કહીશ કે તમે કેવા ગુણુવાળા છે.” આ ઉપરથી મિત્રા કેટલી અસર કરે છે તે સહજ ખ્યાલમાં આવશે. માટે સતાને શેાધે, અને તેમના તરફ પૂજ્યભાવ દર્શાવા, એટલે તમે પણ સંત થશેા.
યોગ્ય સ્થાને ગૃહસ્થાપના
तथा स्थाने गृहकरणम् इति ॥ १९ ॥ અર્થ : ચેાગ્ય સ્થાનમાં ઘર બાંધવુ