Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૧
[ ૪૧. ભાવાથS : યોગ્ય સ્થાન, અયોગ્ય સ્થાન કોને કહેવું, તે પ્રશ્ન વિચારવા જેવો છે. કારણ કે યોગ્ય કે અયોગ્ય સ્થાનના નિર્ણય વિના આપણે ઘર ક્યાં બાંધવું, તે શી રીતે જાણી શકીએ ? માટે ગ્રંથકારજ અયોગ્ય સ્થાનનું લક્ષણ જણાવે છે, તેવું સ્થાન વજીને ઘર બંધાવવું.
अतिप्रकटातिगुप्तमस्थानमनुचितप्रातिवश्यं चेति ॥२०॥
અર્થ : અતિ પ્રકટ, અતિ ગુપ્ત અને અગ્ય પાડેશવાળું સ્થાન અસ્થાન કહેવાય.
ભાવાર્થ-બહુ જ ખુલ્લા જાહેર રસ્તા ઉપરના સ્થાનમાં રહેવું નહિ. કારણ કે તેવા સ્થાનમાં વસવાથી સ્ત્રી વર્ગ સંપૂર્ણ લાજ મર્યાદા જાળવી શકતો નથી. વળી બારણું આગળ ગાડીડાની તથા લેકેની આવ-જાને લીધે થતા ઘોંઘાટથી સ્થિર ચિત્તથી અને એકાગ્રતાથી કાંઈ પણ કામ થઈ શકતું નથી. . તે જ રીતે અતિ ગુપ્ત સ્થાનમાં પણ વસવું અનુચિત છે. કારણ કે તેવા સ્થાનમાં રહેવાથી ગુણ પુરૂષોને દાન આપવાને અવકાશ મળતો નથી. વળી અદિન વગેરેનો ઉપદ્રવ થાય, તે વખતે પોતાના કુટુંબીઓના જાનમાલ બચાવવાનું કામ બહુ મુશ્કેલ થાય છે.
જુગારીઓ વ્યભિચારી વગેરે દુષ્ટ પુરૂષો જે સ્થાનમાં વસતા હોય, તેવા સ્થાનમાં વાસ કરવો અઘટિત છે, કારણ કે સહવાસથી તેમના દેવ આપણામાં આવે છે અને કદાચ આપણે તે નીતિ અનીતિ સમજતા હોઈએ અને તેથી એવી સબતની અસર થવા ન દઈએ, છતાં આપણું બાળકે તેમનાં બાળકે સાથે રમવા દેરાય છે, અને અજાણતાં તેમને દેવ ગ્રહણ કરે છે. માટે તેવા પડશને સર્વથા ત્યાગ કરવો.
(ટીકાકાર) અતિ પ્રકટનો અર્થ જુદી રીતે કરે છે. કહે છે કે જે ઘરની ચારે બાજુ ખુલી જમીન હોય અને સૂર્યને પ્રકાશ જે