Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
ધર્મબિન્દુ પણ પોતાની શક્તિ નહિ છતાં પિતાને જે ઉચિત નથી. તેવો પોષાક ધારણ કરવાથી ખરચ વધારે થાય છે, જેમાં હાંસી અને નિન્દા થાય છે. ઉભટ વેષ કેવળ લુગડાંલત્તામાંજ સમાતો નથી. પણ શરીરને શણગારવું, વાળ ઓળવા, તેલ, ગુલાબ લગાડવાં, - અત્તર છાંટવાં, માથે છેગાં ઘાલવાં એ સર્વને તેમાં સમાવેશ થાય છે. એક કવિ આવા વેષનું વર્ણન કરતાં કહે છે કે –
અંગે તેલ ફુલેલ લગાવે, માથે છેગાં ઘાલે; જોબન ધનનું જોર જણાવે, છાતી કાઢી ચાલે છે.
તેવો વેષ ધારણ કરવાથી કોઈ કાર્ય સિદ્ધ થતું નથી, પણ લેકમાં હાંસી થાય છે. માટે તેવા લેક વિરૂદ્ધ કર્તવ્યને ત્યાગ કરી પોતાના વિભવ, વય તથા દેશને ઉચિત વેષ ધારણ કરે, કે જેથી જગમાં માનપ્રતિષ્ઠા મળે અને હાંસી ન થાય. કોઈ આપણું હાંસી કરે તે તરત આપણને કષાય થાય છે અને કષાયને તો દાબવાનું પળે પળે શાસ્ત્રકારે કહે છે. માટે જે કષાયનું કારણભૂત છે, એવો પિશાક પહેરવો નહિ. પ્રસન્ન વેષ ધારણ કરનાર મંગળમૂર્તિ કહેવાય છે, અને મંગળથી જ લમી મળે છે. કહ્યું છે કે –
श्रीमङ्गलात्प्रभवति प्रागल्भ्याच्च प्रवर्धते । दाक्ष्यात्तु कुरुते मूल संयमात्प्रतितिष्ठते ।।
મંગળથી લમી ઉત્પન્ન થાય છે, ચતુરાઈથી લક્ષ્મીની વૃદ્ધિ થાય છે, ડહાપણુથી તેનું મૂળ બંધાય છે, અને સંયમથી તે સ્થિર થઈને વસે છે.
ન્યાયથી ધન મેળવવું અને અન્યાય માગે તેને ખર્ચ ન કરો તે લક્ષ્મીને સંય મ કહેવાય છે, અને તેથી પ્રાયઃ લક્ષ્મી નાશ પામતી નથી. માટે નિરંતર પિતાની શક્તિને ઉચિત પોશાક ધારણ કરી બહાર નીકળવું એજ આ ઉદેશને સાર છે.