Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૪૨ ]
ઘમંબિન્દુ
ઘરમાં બહુજ આવતું હોય તે પ્રકટ સ્થાન જાણવું. તેવા સ્થાનમાં વસવાથી ચોર વગેરે લુંટારા લેક રાત્રિના સમયમાં તવા ઘરમાં પેસી જાનમાલને નુકશાન પહોંચાડવા શક્તિમાન થાય છે. વળી અતિ ગુપ્તને અર્થ પણ જુદી રીતે જણાવે છે. બધી બાજુથી બીજા ઘરોથી ઢંકાઈ ગયેલું ઘર તે અતિ ગુપ્ત સ્થાન છે. તેવા ઘરનાં બારી બારણાં બીજા ઘરના કારણે જોઈ શકાતાં નથી, અને તેથી તે ઘર શભા પામતું નથી.
ત્યારે ઘર કેવા પ્રકારનું બાંધવું તે જણાવે છે. __ लक्षणोपेतो गृहवास इति ॥२१॥ અર્થવાસ્તુશાસ્ત્રમાં કહેલા લક્ષણવાળું ઘર વસાવવું.
ભાવાર્થ-જ્યાં દુર્વાધાસના અંકુરા ઘણા હેય અને કુસ્તુબ નામની વનસ્પતિ ઘણું હાય, જ્યાં સારા રંગની તેમજ સારી ગંધવાળી માટી હેય, જ્યાં સ્વાદિષ્ટ જળની ઉત્પત્તિ હોય, ત્યાં, તથા દવ્યભંડાર યુક્ત પૃથ્વી ઉપર, સારા વાસ્તુશાસ્ત્રના નિયમપર બાંધેલા ઘરમાં પ્રવેશ કર; કારણ કે તેવાં સારા ઘરમાં વાસ કરવાથી માણસ, પૈસે ટકે સુખી થાય છે. લક્ષણ રહિત ઘરમાં વસવાથી વૈભવની. હાનિ થાય છે.
निमित्तपरीक्षेति ॥२२॥ અતીન્દ્રિય પદાર્થોના જ્ઞાનના હેતુભૂત શકુન, સ્વપ્ન અને ઉપકૃતિ વગેરે નિમિત્તથી ઘરનાં લક્ષણની પરીક્ષા કરવી. શકુન શાસ્ત્ર અને સ્વપ્નશાસ્ત્ર તે લેકને જાણીતાં છે અને કોઈને શબ્દ સાંભળીને કલ્પના કરવી તેને ઉપકૃતિ કહે છે. લેકમાં પણ કહેવત છે કે “શકુન કરતા શબ્દ અધિક, તેનું વધારે વર્ણન અંગવિદ્યામાં કહેલું છે ત્યાંથી જાણું લેવું. વળી ઘર સંબંધી એક સૂચના કરતાં ગ્રંથકાર જણાવે છે –