Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૩૨ ]
ધ બિન્દુ
પણ તે સાથે નિરંતર નમ્રતા રાખવી. વિષ્ઠ પુરૂષ કોઈની હિત શિક્ષા માનતા નથી, અને મુક્તિના આત્યંતિક સુખને માટે જે શાસ્ત્રકારાના ઉપદેશ છે તેથી વિમુખ રહે છે. ટીકાકાર પણ જણાવે છે કે—
दुरभिनिवेशान्मोक्षोद्युकोत्क्यग्रहण मानः |
માક્ષને માટે ઉદ્યમી થયેલા (જ્ઞાની પુરૂષા) નું વચન દુરાગ્રહથી ન ગ્રહણ કરવું' તે માન.
તે મનુષ્ય પેાતાની ટૂંકી વ્રુદ્ધિમાં જણાય તેને જ સર્વીસ્વ માને છે. અને તેથી જ્ઞાની પુરૂષા, અથવા જે પુરૂષાએ આત્મા. સંબધી ઉંડું જ્ઞાન મેળવ્યું હાય તેવા પુરૂષાના વચનને વહેમ અથવા ખસી ગયેલા મગજની ૪૫નારૂપ માને છે અને સ્વેચ્છાએ. ચાલતા દેખાય છે. આ માનવૃત્તિ સદ્ગુરૂના ઉપદેશ વિના અથવા. વધારે જ્ઞાન પ્રાપ્ત થયા વિના નાશ પામતી નથી. માટે
ऊत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत
ઉઠે ! જાગ્રત થાઓ ! મહાન પુરૂષાને શોધી કાઢે ! અને જ્ઞાન મેળવા! તેવા પુરુષના ખાધથી પેાતાના જ્ઞાનની ખામી જણાશે,. અને મનુષ્ય શિષ્યવૃત્તિ ધારણ કરી નમ્રતા રાખતાં શીખશે.
V મઢ : મદ એ પણ એક પ્રકારના મનના ઉન્માદ છે. મનની ઘેલછા છે. તેથી મનુષ્ય પેાતાને ખીજા કરતાં ઉચ્ચ ગણે છે..
જુદી જુદી વસ્તુએને આશ્રયી તેના આઠ પ્રકાર કહેવામાં આવ્યા છે-કુળમદ, મળમદ, ઐશ્વર્યંમદ, રૂપમદ, લેાભમદ, તપમદ, જાતિમદ અને જ્ઞાનમદ, આ આઠ પ્રકારમાં પ્રથમ સાત પ્રકારની વસ્તુએ છે તે બહારની છે, તે તા દરેક જન્મમાં બદલાયા કરે છે અને તેથી ક્ષણે ક્ષણે બદલાતી વસ્તુઓના મદ કાઈ પણ સુજ્ઞ મનુષ્ય કરે નહિ; પણ કેટલાક પુરૂષોને જ્ઞાનના વિદ્યાના મદ થાય છે. આ મદ બહુ ભારી છે. દરેક પ્રકારના મદના નાશ તા જ્ઞાનથી