________________
[૩] સ્મૃતિ - વિકાસના આધારે
મૃતિ – વિકાસના સ્ત્રોત હાજર હોય અને સ્મૃતિ - વિકાસના આધારનો ખ્યાલ ન હોય ત્યાંસુધી સ્મરણશકિત વિશ્વાસ –ોગ્ય કે વધારે ઉપયોગી ન થઈ શકે. તેથી સ્મૃતિ – વિકાસના આધારે અગે. ક્રમશઃ વિચાર કરવાને છે. સ્વસ્થ શરીર:
સુંદર - સ્મૃતિને મૂળ આધાર શરીર છે. જે શરીર સ્વસ્થ ન હોય તે સ્મૃતિ પણ ઝંખવાઈ જાય છે. ઘણું એવા રોગો હોય છે જેમાં
સ્મૃતિ નબળી પડી જાય છે, જેની સ્મૃતિનો લેપ પણ થાય છે. શરદી, સળેખમ, માથાને દુખાવો, તાવ, વગેરે દર્દીથી પીડાતો માણસ યાદ કરવાનું કાર્ય કરી શકતો નથી. જે પરાણે કરવા જાય છે તે તેનાથી યાદ થતું નથી. સ્મૃતિ નિષ્ક્રિય થઈ જાય છે.
શરીર તંદુરસ્ત હોય તો મને પણ તંદુરસ્ત રહે છે અને સ્મૃતિ પણ સારી પેઠે કામ કરતી રહે છે. એટલે શરીરને સ્વસ્થ રાખવા માટેના એગ્ય ઉપાયો કરવા જોઈએ શરીર બગડે છે-ખરાબ ખાનપાનથી, વ્યસનથી અને અનિયમિતતાથી.
રાજસી અને તામસી ખોરાની અસર તરત શરીર ઉપર પડે છે. જે જે માણસ માંસાહાર કરતે હેય, ખૂબ તીખા તમતમતાં, મરીમસાલાવાળ, દુષ્પા અને વાસી ખોરાક લે છે તેનું સ્વાસ્થ તરત બગડે છે-તેનું શરીર અનેક રોગોનું ઘર બને છે અને તેની સ્મૃતિ ભ્રષ્ટ થાય છે.
દારૂ, ભાંગ, ગાંજો, અફીણ, તમાકુ, બીડી-સિગારેટ તેમજ બીજા નશાવાળા કેરી પદાર્થોનું જે માણસ સેવન કરતે હેય તેની સ્મૃનિ પણ તેથી લુપ્ત થઈ જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com