________________
હવે વિચારવાનું એ છે કે મને એટલું બધું ચંચળ છે કે પવનને પકડવો સહેલો છે; પણ મનને પકડવું મુશ્કેલ છે. તેને એકાગ્ર કરી શકાય ખરૂં? મન પ્રતિક્ષણ કોઈ ને કોઈ વિચારમાં દોડતું જ હોય છે. આ મનના વેગને એક જ વિચારધારા કે ભાવધારામાં વાળવાની જરૂર છે. તે એકાગ્રતાની પ્રથમ ભૂમિકા છે. ત્યારબાદ તે વિચારધારામાંથી જે વિચાર જોઈ તે હેય તે તરફ એકાગ્ર થઈ શકાય. આવી એકાગ્રતા સ્મરણશકિતમાં મદદરૂપ થઈ શકે છે.
પાતંજલ યોગદર્શનમાં મનના વિરોધ માટે અભ્યાસ અને વૈરાગ્ય એ ઉપાયો બતાવ્યા છે. તે ઉપરાંત મનની એકાગ્રતા માટે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એમ આઠ અંગે બતાવ્યા છે. ગીતામાં કહ્યું છે.
___ अनन्य चेताः सततं योमा स्मरति नित्यशः
એવો માર્ગ લઈએ કે જેથી ચિત્ત એકાગ્ર થઈ શકે અને આત્મસ્મૃતિ કે પ્રભુસ્મૃતિ ટકી શકે. પણ, એ માર્ગ બહુ કઠણ અને કષ્ટસાધ્ય છે. એટલે અન્ય સરળ માર્ગો અભ્યાસ માટે નીચે મુજબના છે તે અપનાવવા જોઈએ.
(૧) ત્રાટક: કઈ પણ રુચિકર અથવા પ્રિય વસ્તુ સામે બને આંખે હલાવ્યા વગર, સ્થિર કરવી તે ત્રાટક છે. એ માટે ધીમે ધીમે ટેવ પાડવી જોઈએ. પહેલાં તે તમારું મન તેમાં એકાગ્ર થશે નહીં. આમતેમ ભાગશે પણ અભ્યાસ થઈ જતાં તે સાધ્ય થશે. ત્રાટક માટે પહેલાં લીલા રંગના છોડ સામે ત્રાટક શરૂ કરવાથી વધારે લાભદાયી થશે.
(૨) પંજાથી બીડેલાં નયન (પામીગ) બને આંખોને બંધ કરવી તેને બન્ને હાથના પંજા (પામ)થી ઢાંકી દેવી અને મનને કોઈ પણ છબિમાં એકાગ્ર કરવું એ પામિંગ કહેવાય છે. આંખે બંધ કરીને પણ કોઈ એક વસ્તુની મનમાં ધારણા કરવી અને તેમાં જ મનને એકાગ્ર કરવું તે પણ એક રીત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com