________________
૧૭૦
અસહાય અવસ્થામાં સથવારો અને ધર્મપ્રેરણા આપનાર શીલગુણસૂરિ અને તેમનાં સાધ્વી હતાં. સોલંકી રાજ્યને કુમારપાલ રાજા દ્વારા ધર્મને પુટ આપવામાં આચાર્ય હેમચંદ્રસૂરિએ અદ્ભુત પુરુષાર્થ કર્યો છે.
ભ. બુધે પણ સુંદર નવાં મૂલ્ય રજુ કર્યા, જેથી અશોક જેવા લોહીથી ખરડાયેલા હાયવાળા રાજવી સર્વધર્મપ્રેમી અને કરુણામૂર્તિ બની શક્યા.
એટલા માટે જ સાધુ-સંન્યાસીઓને વિશ્વના સમસ્ત પ્રાણીઓના મા-બાપ, રક્ષક, વિશ્વકુટુંબી તથા વિશ્વબંધુ કહેવામાં આવ્યા છે. સાધુસંસ્થા વર્તમાન કાળમાં :
પરંતુ આજે તો મોટા ભાગના સાધુ-સંન્યાસીઓ પોતાના ઉપલા વરુદ પાલનમાં બિનજવાબદાર, કર્તવ્યવિહીન, સેવાહીન, સાંપ્રદાયિકતાગ્રસ્ત, અંધવિશ્વાસ પરાયણ, પિતાપિતાની પૂજાપ્રતિષ્ઠા માટે આડંબરપરાયણ અને અનીતિમાન પૈસાદારોને પ્રત્યક્ષ પરોક્ષ રીતે પ્રતિષ્ઠા આપનાર થઈ ગયા જણાય છે. જેઓ પરિગ્રહ, પ્રાણ અને પ્રતિષ્ઠાની ખાક કરીને પણ સાચી અને વ્યાપક ધાર્મિક્તાની જ્યોત જળહળતી રાખતા હતા, તેઓ ખાનમાન અને માનપાનના ગુલામ બન્યા છે. જેને લીધે તેમનું પોતાનું તેજ સાવ ઝાંખું પડી ગયું છે. આજે તે એજ સાધુ-સંસ્થામાં નાના નાના સંપ્રદાયે, પંથો અને ગચ્છના અનેક ભેદ ઊભા થયા છે. પરસ્પરના ખંડનમાં, એક બીજા સંપ્રદાય કે વ્યક્તિને હલકા ચીતરવામાં, અને ખેટા વહેમને વધારે કરવામાં સાધુ-સંન્યાસી વર્ગની શક્તિ વપરાય છે. અલબત્ત “ભાંગ્યું તોય ભરૂચ' એ કહેવત પ્રમાણે એ સંસ્થામાં હજુ કેટલાંક તેજસ્વી રને છે, જે પિતાની જવાબદારીને સમજે છે, અને તે મુજબ આચરવાને પુરુષાર્થ કરે છે. પરંતુ તેમને ટેકો આપનાર સમાજ ઊભો થવું જોઈએ. તે વગર વર્તમાન સાધુસંસ્થા ઉદાસીન અને અકર્મણ્ય થઇને માત્ર પોતાના સંપ્રદાયની ચાર દીવાલોમાં બંધ થઈ પુરાઈ જશે. આમેય મોટાભાગને સાધુવનું રનિદ્રામાં પડયો છે, જેને લીધે જગત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com