________________
૨૭
૧૫. સુંદરલાલ શ્રોફ
મૂળ પેટલાદના વતની. પિટલાદમાં યશવંત વોચ કંપની તરીકે વિચ રિપેરિંગનું કામ કરતા હતા. વચ્ચે હરિજન આશ્રમમાં અને અમદાવાદના સરંજામ કાર્યાલયમાં અંબર સરંજામનું કામ કરતા હતા. ધર્મે દિગંબર જૈન છે. સંત વિનોબાજીના વિચારોમાં માને છે. પૂ. મુનિશ્રી ડુંગરસિંહજી મહારાજ સાથે હરિજન આશ્રમ સાબરબતીમાં પહેલવહેલો પરિચય થયેલો. એટલે પૂ. મુનિશ્રી સંતબાલજી મ.ની વિચારધારાને વધારે જાણવા અને અભ્યાસ કરવા શિબિરમાં જોડાયેલા. ઉમ્ર લગભગ ૫૦ ની હશે. સરનામું :– શ્રી. સુંદરલાલ ત્રિભોવનદાસ શ્રોફ C/o. યશવંત
વૈચ કંપની, સ્ટેશન રોડ, પેટલાદ (ગુજરાત). ઉપરોક્ત પરિચય ઉપરથી એ તે સ્પષ્ટ જણાઈ આવશે કે તેમાંના મોટા ભાગના સભ્યો રચનાત્મક કાર્યકર્તા હતા. ઘણા ઓછા લેવા છતાં પણ સક્રિય કાર્યકરોના સંયોગથી શિબિરની કાર્યવાહી ઉજળી બનશે એવી સંભાવના વધી હતી. કેટલાક સાધુ-સાધ્વીઓને એ પણ ડર હતો કે આ શિબિરમાં ભાગ લેવાથી તેમને હંમેશ માટે તેમના સમાજ કે સંપ્રદાયને ત્યાગ કરે પડશે. પણ શિબિરનાં બંધારણમાં અને અગાઉની પત્રિકાઓમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે સહુને પિતપોતાના ગચ્છ, સંપ્રદાયમાં જ રહેવાનું છે, અને કાર્ય કરવાનું છે. તે ઉપરાંત એક બીજું કારણ એ પણ હેઈ શકે કે ઘણાને શિબિરને સમય બહુ લાંબે લાગે હોવો જોઈએ. પણ આયોજકો અને તેમાં ભાગ લેનારાઓ સારી પેઠે સમજી શકતા હતા કે શિબિરની કાર્યવાહી માટે કેવળ એ સમય ઓછો પડવાનો હત; એટલું જ નહિ; શિબિરની સકિય સફળતા માટે આવા અનેક પ્રયોગો પણ કરવાના હતા. એટલું ચોસ કે એ દિશામાં આ પહેલું પગથિયું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com