________________
૩૨૮
શ્રી. માટલિયા : “આવતી કાલે પૂર્ણાહુતિ થવાની હોઈ આજે છેલ્લો દિવસ છે. મારે પણ ડુંક છેલ્લે છેલ્લે તે કહેવું જ જોઈએ. પૂ. મહારાજશ્રીના સાનિધ્યને સારૂં હું મુખ્યત્વે ખેંચાઈને આવ્યો અને તે મને મળી ચૂક્યું, એટલું જ નહીં મારી તબિયતના કારણે અલગ અલગ રહેવાની મારી ઈચ્છા પણ ફળી. છતાં તેમણે અને આપ સૌએ શિબિરના જવાબદાર શિબિરાર્થી તરીકે જગ્યા આપી. મારાં પત્નીએ કહેલું કે “હું તમારી સેવાઅર્થે જ આવું છું ?” છતાં મારી ઇચ્છા હતી કે તે આ વિચારધારા સમજવા પ્રયત્ન કરે. એ ઇચ્છા મૂજબ પ્રથમથી પત્રક નહીં ભરવા છતાં પૂ. મહારાજશ્રીએ છેલ્લા સમય લગી શિબિરમાં જોડાવાની સૌને તક આપેલી, તે મુજબ તે તક પણ મળી. બાળકો પણ દોઢેક માસ આ સુંદર વાતાવરણનો લાભ લઈ શક્યાં. એક બાજુથી આ બધી બાબતેને મને આનંદ થાય છે અને બીજી બાજુ જવાબદાર સભ્ય તરીકેની ફરજ હું બજાવી શક્યો નથી એ વિચારથી છેડો રંજ પણ થાય છે. આપ સૌને જે કંઈ તકલીફ પડી હોય તેને જવાબદાર હું ગણાઉં. છતાં યે સૌ સંકલ્પ મુજબ છેવટ લગી ટકી રહ્યા એથી ખૂબ સંતોષ થાય છે.
બીજું પૂજ્ય મહારાજશ્રીએ તે બાસુદી જેવો ભારે પદાર્થ બહુ સરળ રીતે પીરસ્ય છે. આપણું હાજરીને પચે તેટલી અને તેવી રીતે આપણે લેવાનું છે. દેઢ-દોઢ વર્ષના અથાક પુરૂષાર્થના પરિણામે આપણને તે મળ્યો છે. આપણે શિબિરાધિપતિ મહારાજશ્રીને ન્યાય મળે અને સૌની શોભા વધે એ રીતે પિતાના ક્ષેત્રમાં યથાશકિત આ વિચારનું કાર્ય કરશું !”
પૂ. દંડી સ્વામી : “શિબિરમાંથી તો ઘણું મળ્યું. સ્વભાવે જુદા જુદા અને વિધવિધ કક્ષાનાં અને ક્ષેત્રનાં ભાઈબહેનનાં સત્સંગમાંથી પણ ઠીક ઠીક ભાતું મળ્યું. વિધવિધ માનવના કારણે સંઘર્ષ થયા અને છતાં વાત્સલ્યભાવે આપણે સૌ નજીક આવી ગયા એ લાભ નાનો સૂ નથી. જૈન સાધુ-સાધ્વીઓ બહુ નથી આવી શકયાં છતાં દૂર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com