________________
ઉપર
પૂ. મુનિશ્રી માટે તે જે જીવનની વિચાર ધારા બની છે તે મારા જેવા માટે તદ્દન નવી વસ્તુ હતી. વિધવાત્સલ્ય, અનુબંધ, તાદામ્ય, નાટ, અનાયાસ-આયાસ, શુદ્ધિ પ્રયોગ, વગેરે ઘણાં શબ્દ પિતાની અંદર જ એક વિરાટ રૂપ લઈને બેઠા છે તેનો ખ્યાલ મને પ્રારંભમાં ન હતું. બીની અંદર વિશાળ વૃક્ષની કલ્પના ક્યાંથી થઈ શકે ? પણ જેમ જેમ હું સંપાદન કરતો ગયો તેમ તેમ મને લાગ્યું કે આ વિચારને સ્પષ્ટ સમજ્યા વગર તેમાં સંશોધન વગર ચાલુ પ્રવચને કે વ્યાખ્યાનનું સંપાદન કરવું અને આનું સંપાદન કરવું એમાં એક મોટો ફરક છે. આ માટે મને પરિચય–સંશાધન-સાહિત્ય (Reference Literature) મળેલું અગાઉની શિબિરેની ઝાંખી કરાવતાં પુસ્તકો મળેલાં પણ એમાં પહેલી દષ્ટિએ આ વિચારને સામાન્ય લોકો સમજી શકે, તેવું સ્પષ્ટ લખાણ નહતું. એટલે મને લાગ્યું કે જ્યાં સુધી આ બધી બાબતો બહુ જ સ્પષ્ટતાથી અને સરળતાથી રજુ ન થાય ત્યાંસુધી એને સંપાદનને કશોય અર્થ નથી. આ માટે સમય જોઈએ-ચિંતન જોઈએમનન જોઈએ.
મારા ગૃહપતિપદના કાર્યમાં આ કાર્ય કંઈક કઠણ હતું. તે ઉપરાંત પહેલું પુસ્તક સંપાદિત થયું ત્યારે ખરેખર ખ્યાલ આવ્યો કે ધારેલ પૃષ્ઠ સંખ્યા કરતાં તે ઘણું વધી ગયું છે. આ રીતે બધાં પુસ્તકો સંપાદિત થાય તો બમણી પૃષ્ઠ સંખ્યા થવા જાય. પ્રકાશનના ખર્ચા અંગે તો મને પ્રિય મણિલાલભાઈ ખંડવાળાએ વાંધો નથી એમ કહેલું પણ કામ ઘણું લંબતું જશે એમ ધારી ચર્ચા-વિચારણમાં “ આવશ્યક” કે વિષયની બહારથી ઘણી વાતો છોડી દેવાનું નકકી કરી પૂ. મહારાજશ્રીને જણાવ્યું. તેમના તરફથી પણ સામેથી જ એવો જવાબ આવ્યું. તે છતાં પણ પૃષ્ઠ સંખ્યા લગભગ દોઢગણી તો થઈ જ ગઈ.
આમાં સમય પણ ધાર્યો તેના કરતાં દોઢઘણે લાગ્યો. વિલંબમાં મુશ્કેલીઓ અહીંના છાત્રાલયના કાર્યમાં આવી. આર્થિક-દોટમાં સહયોગીઓ છુટા થયા. નવા આવ્યાં-ગૌશાળાનું નવું કામ શરૂ થયું. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com