Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 10 Smruti Vikasna Margo
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 369
________________ સંપાદકની વિદાય — —- - - - - - - - ૨૬મી ડીસેમ્બર ૧૮૬૧ના હું સર્વપ્રથમ થોડાંક પ્રવચને લઈને મુંબઈ પહેર્યો હતો. પૂ. મુનિશ્રી સંતબાલજી અને પૂ. નેમિચંદ્રજી મહારાજ બેરીવલી વિરાજતા હતા. ત્યાંથી તેમને પ્રસ્થાન કરવાનું હતું. શિબિર અંગેની પ્રવચન નોંધ ઉપરથી મારે કેટલાક ખુલાસાઓ જોઈતા હતા. ઘણા શબ્દો મારે માટે નવા હતા–ઘણાં વિચારે નવા હતા તે છતાં જ્યારે પ્રારંભના બે ત્રણ પ્રવચનનું વાંચન પૂ. મુનિશ્રીજી આગળ કર્યું ત્યારે તેમણે સંતાજનક કાર્ય તરીકે ઓળખાવ્યું–ત્યારે મનમાં થયું કે હું તેમના આ નવી વિચારધારા અને સક્રિય કાર્યને કંઈક સમજી શકો છું. એક પરીક્ષામાં પાસ થયે એવું મને લાગ્યું. પૂ. મુનિશ્રીએ કહ્યું : “ડા દિવસમાં ચાર પાંચ દિવસ બાદ) પ્રાયોગિક સંધની બેઠક ભરાશે ત્યારે તેમાં બધાં ભાઈઓને દેખાડી જોશું” મારા માટે આ બીજી પરીક્ષા હતી. કદિ પણ મારું સંપાદન કરેલું સાહિત્ય માટે લોકોની સ્વીકૃતિ માટે વાંચવું પડે તેમ ન હતું બન્યું. પણ મારે તેના માટે તૈયાર રહેવું જોઈએ. - સંપાદન કરવા માટે સ્વીકૃતિ આપી ત્યારે મનમાં આનંદ હતો કે જે પૂ. મુનિ વિદ્વાનેના સંપાદિત સાહિત્ય માટે, મૂળ વિચારો માટે મને કંઈક માન હતું-તેમના વિચારને સંપાદન કરવાનું મને મળશે. અને તેમને સંપાદિત પ્રવચને દેખાડયા બાદ તેમની સંતાજનક અભિવ્યકિત મારા માટે વધુ ઉત્સાહજનક હતી. ચાર-પાંચ દિવસ બાદ જ્યારે પ્રાયોગિક સંઘની બેઠક મળી અને . મુનિશ્રીએ મારો પરિચય આપીને, પ્રવચન વાંચન અને કહ્યું, ત્યારે મનમાં ગડમથલ ચાલતી હતી કે પ્રા. સંધના લોકો તેના અંગે શું કહેશે? જ્યારે તેમણે પણ સાજનક લાગણી વ્યકત કરી ત્યારે મને થયું કે બીજી પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ ગયો છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 367 368 369 370 371 372 373 374