Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 10 Smruti Vikasna Margo
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 371
________________ ૩૫૩ બધાની વચ્ચે કામના અતિશય બોજા વચ્ચે તબિયત પણ વિકાઠીક રહેતી. આ બધું મારે કોઈ મોટી પરીક્ષા આપવી હોય તેમ પૂ. મહારાજશ્રીએ ઘણી જ ઉદારતાથી ચલાવી લીધું અને હંમેશા ઉત્સાહ આપતા રહ્યા. અને આજે આ કાર્ય પૂર્ણ થાય છે. આમાં એક વસ્તુને સંપાદન અંગે ઉલ્લેખ કરીશ. મૂખ પ્રવચન નેધમાં કેટલીક વાત નકારાત્મક કે પ્રશ્નાત્મક રીતે રજૂ કરવામાં આવી છે. દા. ત. “આમ થતું ન હતું ?” તેના બદલે જેમ હું સમજતો ગયે અને સ્થિર કરતે ગયો તેની શૈલીમાં “હકારાત્મક” ફર્ક કર્યો છે. આ નકારાત્મક (Negative) કરતાં હકારાત્મક (Positive ) સંપાદન લખાણનું વલણ (approach) મારી કેટલીક ધારણ નકર બનતાં મેં લીધેલું. સમયના લંબાણ સાથે વિશ્વની બદલતી ઘટનાઓ વચ્ચે પણ વિષય-મુદ્દાઓની એટલી જ સચોટતા, અટલતા તેમ જ સ્થાયીપણું એ મેં અનુભવ્યું. દા. ત. અહિંસક પ્રયોગ કે ક્રાંતિકાર માટે એક સૂત્ર આપવામાં આવ્યું છે: “કાંતિકારે જાતિ, ધર્મ કે એવા ભેદોવાળી કે હિંસા નીતિમાં માનનારી સંસ્થા સાથે સંબંધ ન બાંધ જોઈએ.” આ વાત મુબઈ–મહારાષ્ટ્રના ભાગલા વખતે કૅગ્રેસનું પ્રાંતીય સમિતિ સાથે જોડાણ, કેરલમાં મુસ્લિમ લીગ સાથે જોડાણ અને છેલ્લે ચીન સાથે સંધિ છતાં આક્રમણના પ્રત્યાધાતોમાં બહુ જ સ્પષ્ટપણે ઉપર આવી હતી. આ અંગે મારે એક વાતને જરૂર ઉલ્લેખ કરવો જોઈએ કે આ સાહિત્યનું સંપાદન હું સરળતાએ કરી શકે તે માટે પૂ. મુનિશ્રી નેમિચંદ્રજી તેને વ્યવસ્થિત કરીને મોકલતા એટલું જ નહીં, સંપાદિત થયેલ લખાણોને પણ ફરી જોઈ તપાસીને, ક્યાંક જે કંઇ રહી જતું હોય તેને સુધારી-વધારી લેતા. એટલે સંપાદન કાર્ય સમાપ્ત થાય તે પહેલાં મારે મારા ઉપકારક શુભેચ્છકોને આભાર માનવો જ રહ્યો. પૂ. મુનિશ્રી સંતબાલજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 369 370 371 372 373 374