________________
૩૫૪
પાસેથી મને જ્ઞાનનો અપૂર્વ ભંડાર મળ્યો છે. પૂ. મુનિશ્રી નેમિચંદ્રજી મ. સા. પાસેથી પણ મને જ્ઞાન, ખંત અને ઉત્સાહ મળ્યાં છે. બન્નેનો મારા પ્રતિ જે વાત્સલ્યભાવ છે; તેણે જ મને આ કાર્ય કરવામાં પ્રવૃત રાખ્યો અને આજે મને લાગે છે કે મારે જ્ઞાન આત્મા ઘણે સમૃદ્ધ થયો. છે. મારું દર્શન ઘણી બાબતોમાં સ્પષ્ટ થયું છે અને ચારિત્ર્યના ઉચ્ચ સંસ્કારોની દિશા મળી છે. તે માટે તેમનો ઋણી છું. પ્રિય મણિલાલભાઈ વેરા લોખંડવાળા આ કાર્યમાં પરોક્ષ રીતે મદદરૂપ થયા છે કારણ કે તેમણે જ મારા પ્રત્યેની શુભ લાગણીથી પ્રેરાઈને મારું નામ સૂચવ્યું અને હું આ કાર્ય કરી શક્યો છું. તે માટે તેમને આભાર માનું છું.
પણ, મારી છેલ્લી પરીક્ષા આ અંગે બાકી છે. તે એકે આ પુસ્તકો વાંચ્યા બાદ વાંચકને પણ એ વિષયો એટલા સ્પષ્ટ લાગે તો મને થશે કે મારી એ પરીક્ષામાં હું ઉત્તીર્ણ થયો છુ. આ સાહિત્યને હિન્દીમાં વધારેમાં વધારે પ્રચાર થ જોઈએ એમ વારંવાર મેં પૂ. મુનિશ્રીઓને જણાવ્યું છે. આજના ન્યાયનીતિ તરફથી વિમુખ થતા તેમજ હિંસા અને વિનાશ તરફ આશા રાખીને વધતા ભારતના ઘણા લોકોને તેનાથી ખરૂં માર્ગદર્શન મળશે એમ લખું તે વધારે પડતું નહીં થાય; એટલું જ નહીં જેમના માટે લખાય છે તે લોકો પાસે તે પહોંચે તેમાં એની વધારે સાર્થકતા છે એવું મારું વિનમ્ર માનવું છું.
અ તે મારા સંપાદન કાર્યમાં જેમને પ્રત્યક્ષ કે પરોક્ષ સહયોગ મળે છે તેમનો આભાર માનું છું અને વિલંબ માટે ક્ષમા યાચું છું.
ક્રિસમસ, ૨૫-૧૨-૬૪
મદ્રાસ,
ગુલાબચંદ જૈન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com