________________
૩૪૯
અમદાવાદ, ગૂંદી વગેરે સ્થળમાં આવ્યું હતું અને સારી છાપ લઇને વિદાય થયું હતું.
શિબિર પહેલાં એક બહુ જ જિજ્ઞાસુ અને દેરાવાસી સંપ્રદાયના સુવિદિત મુનિજ શિબિરમાં પધારવાની ઈચ્છા ધરાવતા હતા. પણ તેમના અમુક સંજોગે લઈને તેઓ નહેતા આવી શક્યા; પણ તેમના તરફથી એક વિદ્વાન, માસિક પત્રના સંપાદક ભાઈ ભાલનળ કાંઠા પ્રદેશનો ધર્મમય સમાજરચનાને પ્રયોગ જેવા-જાણવા અને આ વિચારધારા તથા શિબિરની માહિતી મેળવવા પૂ. મુનિશ્રી નેમિચન્દ્રજી પાસે અમદાવાદ આવ્યા હતા, અને ત્યાંથી ગંદી વગેરે પ્રયોગ ક્ષેત્રે ગયા હતા. તેમના ઉપર એ પ્રયોગની સારી અસર થઈ હતી. તેમણે પેલા મુનિજીને બધી વાત કરી. અને છેલ્લાં બે વર્ષથી તેઓ હવે ભાલનળ કાંઠા-પ્રયોગની પિઠે પંજાબમાં ધર્મસમાજરચનાને પ્રયોગ કરવા વિચારી રહ્યા છે. આ વર્ષે તેમણે પંજાબમાં સરકારની નિશાળમાં બાળકોને ઈડ (નાસ્તામાં) આપવાની યોજનાની સામે પંજાબમાં ઠેર-ઠેર ફરીને, ત્યાંના અહિસાપ્રેમી જનને સમજાવીને સારું વાતાવરણ તૈયાર કર્યું અને છેવટે પંજાબ પ્રદેશીય શાકાહાર સંમેલન પણ ગોઠવ્યું. પંજાબ સરકારે ઇડા-જના તે પડતી મૂકી છે અને શાકાહારને આ સમેલનને લીધે ખૂબ જ પ્રોત્સાહન મળ્યું છે. તેમજ ચીનના ઘાતકી હુમલા ટાણે પણ તેમણે પોતાની સાધુતાની જવાબદારી સમજીને રાષ્ટ્ર નાગરિકોને પોતાનું રાષ્ટ્ર રક્ષણ કર્તવ્ય બતાવીને રાષ્ટ્રધર્મ સમજાવ્યો હતો. અને હવે તેમણે પંજાબ પ્રાન્તને એક જિલ્લો પસંદ કરી ત્યાં ભા. ન. કાંઠા પ્રયાગની જેમ જનસંગઠન, અને જનસેવક સંગઠને વડે; ધર્મમય સમાજરચનાને પ્રયોગ કરવા વિચાર કર્યો છે. શિબિર પ્રવચનની તેમના ઉપર ઘણું સારી અસર થઈ છે, એ આ ઉપરથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com