________________
૩૪૮ રાખી હતી, તે માટે પુનર્વિચાર કર્યો અને શ્રમણ સંઘના એ વખતના આચાર્ય (આણંદ ઋષિજી મ.) ઉપર દબાણ લાવીને માઈકમાં બેલવાની અનિવાર્ય પ્રસંગમાં છૂટ આપવામાં આવી. તેમજ દેરાવાસી આચાર્યોએ પણ માઈક ઉપર બેસવાનું શરૂ કર્યું. આ શિબિરના વાતાવરણની અસર હોય તેમ જણાય છે.
આ શિબિર પત્યા પછી કેટલાક સાધુઓ તરફથી એવી માગણી પૂ. મહારાજશ્રી પાસે કરવામાં આવી હતી કે આ શિબિર ફરીથી ભરાય તે સારું. કેટલાક વિચારક ગૃહસ્થો એમ પણ ઈચ્છતા હતા કે મુંબઈની જેમ અમદાવાદ, પાલીતાણ વગેરે ક્ષેત્રે કે જ્યાં જૈન સાધુસાધ્વીઓ વધારે સંખ્યામાં રહે છે, આવો શિબિર એક અઠવાડિયાને રાખવામાં આવે અને એમાં આપના વિચારે મૂકવામાં આવે છે, સાધુ વર્ગને વિચારમાં ઘણો ફેર પડે.
રચનાત્મક કાર્યકરે, ખાસ કરીને સર્વોદય કાર્યકરોમાં શિબિર સાહિત્યના વાંચનથી પરિવર્તન દેખાતું નથી, એમ કેટલાક લોકોનું કહેવું છે; પણ જે લોકો નિષ્પક્ષ અને પૂર્વગ્રહ રહિત દૃષ્ટિથી વિચારે છે, સમાજમાં પરિસ્થિતિ પરિવર્તન લાવવા માગે છે, તેમને માટે શિબિર સાહિત્ય ઘણું જ માર્ગદર્શક બન્યું છે.
મૈસૂર પ્રાંતના એક કાર્યકર મંડળ ઉપર શિબિર સાહિત્યમાં ચર્ચાયેલ સામુદાયિક અહિંસક પ્રયોગની એટલી સારી અસર થઈ કે તેમણે એ બધું સાહિત્ય મંગાવેલ અને “શુદ્ધિપ્રયોગની ઝાંકી” તેમજ બીજા સાહિત્યનું ભાષાન્તર કન્નડ ભાષામાં કરેલું. અમારી સાથે લાંબે પત્રવ્યવહાર ચલાવેલ અને છેવટે ત્યાંનું કાર્યકર મંડળ પિતે ધર્મમય સમાજરચનાની આ બધી પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ જોવા-જાણવા માટે મુંબઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com