________________
[૧૫] બદલાતી પરિસ્થિતિ અને શિબિરકાર્યવાહીનું મૂલ્યાંકન
આજે શિબિરને સંપૂર્ણ થયાને ત્રણ વરસ થયાં છે, પણ આ ત્રણ વરસમાં જગતની પરિસ્થિતિ બદલાઈ છે. ભારતની પરિસ્થિતિમાં પણ ઘણે પલટો આવ્યો છે. દુનિયાના ઘટનાચક્રમાં અનેકગણું પરિવર્તન થયું છે. રશિયા અને અમેરિકા જેવા મહાન રાષ્ટ્રો, જે પહેલાં અણુશસ્ત્રો માટે પ્રતિસ્પર્ધા કરતા હતા, તે એકબીજાના વિરોધી વિચારોના હોવા છતાં આજે નજીક આવ્યાં છે. દુર્ભાગ્યે છેલ્લાં ત્રણ વરસમાં કેટલાય શક્તિશાળી અને ઉદાર રાષ્ટ્રનેતાઓ ગયા. અમેરિકાના કેનેડી ગયા, ભારતના રાજેન્દ્રબાબુ ગયા, પંડિત જવાહરલાલ નેહરુ ગયા છતાં ભારતનાં સભાગ્ય છે કે તેને રેગ્ય રાષ્ટ્રનેતા મળ્યા છે. બીજી બાજુ દરેક ધર્મસંપ્રદાયમાં સાધુ સન્યાસી વર્ગ તેમ જ ગૃહસ્થ વર્ગમાં ઉદારતાને પવન ફૂંકાઈ રહ્યો છે. જેના દરેક ફિરકાનાં સાધુ સાધ્વીઓ અને ગૃહસ્થ એકબીજાની નજીક આવ્યાં છે, અને દિવસેદિવસે સામુદાયિક કાર્યક્રમો એક વ્યાસપીઠ ઉપરથી થવાના સંયોગ ઉભા થતા જાય છે. એ દૃષ્ટિએ આ સાધુ સાધ્વી-શિબિર નિમિત્તે પણ ઘણું સ્થાનકવાસી અને દેરાવાસી સાધુસાધ્વીઓમાં વિચારોની ઉદારતા આવી છે. શિબિરસાહિત્ય વ્યાપક અને વિશ્વવિશાળ દષ્ટિકોણથી. રચાયું છે કે એને વાંચ્યા પછી સંકીર્ણતાના બધાં શસ્ત્રો કુદરતી. રીતે જ બૂઠાં પડી ગયાં છે, અને ઉદારતાની ધારા જીવનમાં વહેવા માંડી છે. જયાં સુધી આ વિચારધારા જાણવા કે સમજવાની તક નહોતી મળી, ત્યાં સુધી મગજમાં કેટલાક પૂર્વગ્રહો દૂરદૂરથી સાંભળેલી વાત ઉપરથી, અનુમાનથી બંધાયેલા હતા, પણ જ્યારે આ સુગ
શિબિર સાહિત્યના માધ્યમથી સાંપડે ત્યારે આ પૂર્વગ્રહ ઘણાં શિથિલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com