________________
૩૩૫
પૂજાભાઈ સાથે પણ પત્રવ્યવહારથી સંપર્ક રહ્યો. સવિતાબહેન તો શિબિરના ૧ માસ પછી ઘાટકોપરમાં અમે હતા. ત્યારે પાછા મળી ગયાં અને પોતાનાં નણંદબહેન અને તેમના દીકરાને દર્શનાર્થે લાવ્યા હતાં. સવિતાબહેનની પ્રેરણાથી શિબિર દરમ્યાન “બ્રહ્મચર્યનાં નવાં મૂલ્યો ” પુસ્તક એમના તરફથી છપાવાયું હતું. તેમાં ઉલ્લિખિત વિચારનાં સારામાઠા પ્રત્યાઘાતો વિચારક વર્ગમાં જાણવા મળ્યા. ચંચળબહેન ભટ્ટના પત્રમાં શિબિરનાં મધુર સ્મરણોનો ચિતાર રહેતો. શ્રી દંડી સ્વામી સાથેના પત્રવ્યવહારમાં શિબિરનાં મધુર સંસ્મરણોનો જ સવિશેષ ઉલ્લેખ રહે. વચ્ચે જ્યારે શ્રી. બળવંતભાઈ એમની પાસે સંન્યાસ લેવાનું વિચારતા હતા ત્યારે એમણે પૂ. મહારાજશ્રીને પૂછાવેલ કે મારે આમાં શું કરવું? પૂ. મહારાજશ્રીએ એ મતલબનું લખ્યું કે જ્યાં સુધી બળવંતભાઈના બા હૈયાત છે, ત્યાં સુધી કમમાંકમાં તેમને સંન્યાસ લેતાં અટકાવે. ત્યાં સુધીમાં તેનું પિતાનું ઘડતર અને પ્રકૃતિ ઉપર કાબૂ વગેરે સારી પેઠે થઈ જાય, તે હિતાવહ છે.
શ્રી. દડિયા સાથે તે મુંબઈ, પરાંઓ અને ચીંચણમાં અવારનવાર સંપર્ક રહે. શિબિરાર્થીઓએ કરેલ પ્રગતિ
શિબિર પ્રેરક પૂ. મુનિશ્રી સંતબાલજી મ. શિબિરપૂર્ણાહુતિ પછી થોડા દિવસ સાયણ રહી ઘાટકોપર પધાર્યા હતા. ત્યારે શિબિરમાં થયેલ ચર્ચા-વિચારણાને આગળ ધપાવવા, સાધુસાધ્વીઓને એ વિચાર ગળે ઊતરાવવા, તેમજ વિચારક સદગૃહસ્થ-ભાઈબહેનેમાં અનુબંધ વિચારધારા સમજાવવા અને કયારેક અહિંસાને સામુદાયિક પ્રયોગ કરવો પડે તે તે માટે તપશક્તિ સંચિત કરવા માટે પૂ. મહારાજશ્રીની પ્રેરણાથી વિ. વા. પ્રાયોગિક સંધની હેઠળ નીચે મુજબ ત્રણ સમિતિઓ સ્થપાઈ –
૧. સાધુસાધ્વી સંપર્ક સમિતિ (જે સાધુસાધ્વીઓને સંપર્ક કરે અને આ વિચાર સમજાવે. )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com