________________
૩૪૧
સાહિત્ય પ્રચાર પણ કર્યો છે અને પોતાના કૌટુંબિક જીવનમાં સંયમની દિશામાં પ્રગતિ કરી છે, તે તેમના ગજા પ્રમાણે પૂરતી પ્રગતિ જ ગણાય.
શ્રી. દેવજીભાઈ શાહે ખેડૂત મંડળ (ભચાઉ તાલુકામાં સ્થપાયેલ)ના કામોમાં પ્રગતિ કરી અને ખેડૂતના મૂંઝવતા પ્રશ્નોમાં ભાગ લીધે અને લે છે. તે ઉપરાંત કચ્છમાં પધારનાર સ્થાનકવાસી દેરાવાસી સાધુસાધ્વીઓને સંપર્ક સાધી તેમને આ વિચારધારા ગળે ઉતરાવવા પુરૂષાર્થ કર્યો. કેટલાંક સાધુ-સાધ્વીઓ આ વિચારધારાને સમજવા અને આચરવા માટે ઉત્સુક થયાં. એક ગરાસદાર ભાઈને કેન્સરના રોગના ઉપચારમાં સેવા કરી તેથી તેનો હદય પલટ થયો અને તે ધૂમ્રપાન છોડવા તૈયાર થયા. એક સાધ્વીની છેડતી કરવા એક યુવકે પ્રયત્ન કરેલ, તે બાબતમાં જ્યારે સાધ્વી-શ્રાવકો મોન ધારીને બેસી ગયા હતા, ત્યારે દેવજીભાઈએ અટ્ટમ (ત્રણ ઉપવાસ)ની પહેલ કરી અને એ પ્રશ્નનો નૈતિક દૃષ્ટિએ ઉલ લાવ્યા. આમ શિબિર પછી શ્રી. દેવજીભાઈમાં નિર્ભક્તા, મર્યાશ્રમતા અને યોગ્યતા વધી છે.
શ્રી. બળવંતભાઈએ શિબિર પછી પિતાનું સ્વાર્થ સુધાયું, ત્યારપછી કોટડાપીઠા, બાબરા વગેરે ગામમાં ખેડૂતોના પ્રશ્નો લઈ ખેડૂત મંડળ સ્થાપવાનો પ્રયત્ન કર્યો, પણ એકલવાયા હોઈ તેમાં ફાવ્યા નહીં. પછી પોતે આર્થિક દષ્ટિએ સભર બનવા માટે અંબર ચરખાની તાલીમ લીધી. અને ત્યારપછી આ વિચારધારાના પ્રચાર અને આજીવિકાની દૃષ્ટિએ સાહિત્ય વેચાણનું કામ લીધું પરંતુ વચ્ચે પિતાના ગામના એક ગિરાસદારભાઈ વગેરેનાં અનિષ્ટો દૂર કરવા માટે એની વિરુદ્ધ આત્મારામભાઈ ભટ્ટની પ્રેરણાથી નિવેદન બહાર પાડયું અને તેમાં એમના ઉપર પેલા ગિરાસદારભાઇએ બદનક્ષીને કેસ કર્યો. હજુ એ પ્રશ્નને સતકારક નિકાલ આવ્યો નથી. પણ હાલમાં સાહિત્ય વેચાણનું કામ થંભી ગયું છે. પરંતુ વૈચારિક વાડતર શ્રી. બળવંતભાઈનું એકંદરે સારું થઈ ગયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com