________________
૩૨૭
જે દરેકને પોતાના વિચારો વ્યકત કરવાની અનાયાસે તક મળી ગઈ હતી.
શ્રી. પંજાભાઈએ કહ્યું : “આપણી પાસે મોટામાં મોટું કામ સંગઠનનું છે. સંગઠને ચેખાં અને નીતિનાં પાયાવાળાં કાઢવાં જોઈએ. સવાંગી ક્રાંતિનું કામ આજના યુગે કોઈ એલ દેકલ સંસ્થા પણ નહી કરી શકે. સુસંસ્થાઓના અનુબંધે વિરલ વિભૂતિઓ સંકલિત થઈ ને જરૂર કરી શકશે. અલગ અલગ વ્યકિતઓ સંકલિત થયા વગર કરશે તે આખું કામ ભાંગી પડશે.
મારા નમ્ર મતે બાળકોને કાર્યક્રમ આ માટે ઘણું ઉપયોગી થઇ પડશે. નવી પેઢી તૈયાર થઈ સર્વાગી ક્રાંતિમાં ફાળો આપશે; એટલું જ નહીં બલકે સમાજમાં રોમેર આ વિચાર ફેલાવવામાં પણ બાળક ઘણ ઉપયોગી થઈ શકશે. આ કાર્ય માં મને રસ છે અને એ પાયાનું કામ હું કરતે રહીશ.”
શ્રી. દેવજીભાઇ : “સર્વાગી ક્રાંતિ એક સમુદ્ર છે. શિબિરાર્થીઓએ નાની નાની ઝરણીઓ અથવા સરિતા રૂપે એ સમુદ્રમાં ઓગળી જવાનું છે. અનુબંધ વિચારધારા તથા પ્રાયોગિક સંધની સંસ્થાઓ દ્વારા ગામડાના અને શહેરના જનસંગઠને ઉપર એકત્ર રહીએ. જ્યારે-જ્યારે અનિષ્ટ સામે અહિંસક પ્રતિકાર કરવા આવે ત્યારે એ કામમાં જોખમે ખેડી, ભય, સ્વાર્થ અને લાલચ જીતી, પ્રાણ-પ્રતિષ્ઠા અને સર્વ પ્રકારના પરિગ્રહ છેડી, ઝૂકી પડીએ. સર્વાગી ક્રાંતિના કામમાં ટાલાને તો ચાલવામાં જ આનંદ લેવો પડશે. આરામ અને સુખને સર્વથા તિલાંજલિ આપવી પડશે. આજે ધર્મો અને સંપ્રદાયોમાં સ્વર્ગ અને મેક્ષની જે વાત છે તે ભલે રહી; પણ ખરૂં સ્વર્ગ તે કર્તવ્ય માર્ગ શોધવાની મથામણમાં છે, અને મોક્ષ કર્તવ્ય માર્ગે જવામાં છે. એ વિચારે ૮૮ બનાવીને આગે મૂકાવવાનું છે.”:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com