________________
૩૨૫
રાજ્યપ્રધાન પણ તેઓ રહ્યા છે. તેમણે પિતાની નન્નતા દાખવી એ ઉત્તમ ગુણ છે. નવા મહાજન તરીકે તેમણે મુક્ત સાહસવાળા મૂડીવાદી અર્થતંત્રને ધર્મની સાથે અનુબંધ કરવાની વાત કરી છે, પણ આપણે મુક્તના બદલે સંયુક્ત (સહકારી) સાહસ અને ધર્મ તથા પ્રજા સંગઠનના અંકુશ નીચે અર્થતંત્રને રાખવા માગીએ છીએ તે જ તે ધર્મમય સમાજને અનુરૂપ બની શકશે. સભાગે એમણે સહકારી મંડળી અને ગ્રામપંચાયતમાં ગ્રામસંગનેનું નૈતિક પ્રતિનિધિત્વ સ્વીકારીને આ વસ્તુને કાર્યાન્વિત કરી આપી છે. શિબિર પાસેથી એમણે જે અપેક્ષા રાખી છે તે માટે હું મારી જવાબદારી કેટલી પાર પાડી શક્યો છું તે તે તમે જાણો જ છે. એમાં જેટલી કચાશ રહી તે મારી જ નબળાઈ સમજજે. બાકી તે આ શિબિરની પળ અનેક ભાઈ-બહેને તથા સાધુ-સાધ્વીઓની સંભાવના પડી છે તે સમય આવ્યે જરૂર ફળશે એવી આશા છે.”
શ્રી. પુજાભાઈને એક ભાવમય કાવ્ય સાથે પૂર્ણાતિ સમારોહ પૂર્ણ થયે હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com