________________
૩૨૩
સમસ્યાઓ હતી, કૃષ્ણ યુગમાં બીજીજ ઊભી થઈ. મહાવીર અને બુદ્ધના યુગમાં રળી ત્રીજીજ સમસ્યાઓ ઊભી થઈ ગાંધીજીના યુગમાં વળી નવી સમસ્યાઓ ઊભી થઈએમણે તેનો ઉકેલ સત્ય અહિંસાની દ્રષ્ટિએ શોધો.
આ ઔદ્યોગિક યુગમાં બે વસ્તુઓ વધારે વર્ચસ્વ ધરાવે છે, ધન અને સત્તા. એની પ્રવૃત્તિઓને અર્થકારણ અને રાજકારણ કહેવામાં આવે છે. એ બન્નેની સમતુલા જાળવવા માટે એક બાજુથી સંત વિનોબાજી અર્થકારણની સમતુલા માટે પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે રાજકારણની સમતુલા જાળવવા માટે પંડિતજી (નેહરૂ) પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ પચશીલને ઝડે લઈને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં સંસ્થાનવાદ અને અશાંતિને દૂર કરવા માટે ભગીરથ પુરૂષાર્થ કરી રહ્યા છે. આ બને સિવાય દેશ પ્રત્યે ત્રીજું મોટું કામ છે તે નૈતિક અંકુશ અર્થ અને સત્તા ઉપર રાખવાનું. આ કાર્ય કરવાનું છે ક્રાંતિપ્રિય સાધુ સાધ્વીઓએ. તેમની જવાબદારી છે કે ધર્મદ્રષ્ટિએ લોકસંગઠને અને લોકસેવક સંગઠન રચી તેમના વડે સત્તા અને ધન બન્ને ઉપર અંકુશ : લાવે. તે દેખાડવા, બતાવવા, સમજાવવા અને પ્રેરવા માટે સાધુ-સાધી શિબિરે અદ્ભુત કામ કર્યું છે.
ભગવાન મહાવીરે ચતુર્વિધ સંઘની સ્થાપના કર્યા બાદ આર્થિક તેમજ સામાજિક પ્રશ્નો લીધા હતા. કેવળજ્ઞાન પછી એમણે આ વિષે સતત પ્રયત્ન કર્યા હતા. તેમણે જોયું કે જયાં સુધી ધર્મ સમગ્ર સમાજ વ્યાપી ન બને, ત્યાં લગી માત્ર એક ક્ષેત્રમાં જ રહેશે અને એકાંગી તથા શુષ્ક બની જશે. એટલે એમણે ગ્રામધર્મ, નગરધર્મ, રાષ્ટ્રધર્મ વગેરથી માંડીને સવ-ચારિત્ર ધર્મ સુધી જુદા જુદા ક્ષેત્રે ધર્મને પ્રવેશ કરાવ્યો.
આ શિબિરને ઉપયોગ પણ દરેક ક્ષેત્રે ધર્મને પુટ લગાડવા માટેજ છે. ભલે તેમાં થોડાંક સાધુ-સંન્યાસી તેમજ સાધક-સાધિકાઓ આવ્યાં પણ આ એક નવો ચીલો છે; છતાં જે શિબિરાર્થીઓ આવ્યાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com