________________
૩૨૧
બાંધવા, (૩) પછી સમાજ સાથે જીવન જોડીને સમાજ જીવનને દરવું જેથી ધર્મમય સમાજ સ્થાપિત કરી શકીએ. એ ત્રણે દ્વારા સુંદર સમાજ રચી શકીશું. તે ઉપર ખરેખર વિચાર કરીને તેને આચારમાં પરિણિત કરવા જેવું છે.
વ્યક્તિના જીવનમાં સમાજ ઘટનાના પાયા તરીકે બે વસ્તુ સ્વીકારવાની રહેશે. (૧) લોભ અને લાલસાને પણ વધારે મળે તેની ટકોર અપરિગ્રહની પ્રતિજ્ઞા લઈને કરવી, (૨) વ્યક્તિ માત્ર પોતાને જ વિચાર ન કરે; સમાજનો પણ જરૂર વિચાર કરે. એટલે જ તે કલેશ, કલહ અને કતલના માર્ગે જતા અટકે. સમાજ જીવનમાં સમતા અને સમરસતા નથી આવતી. માટે એ બે વસ્તુ ઉપર સમાજપ્રેરકો અને સમાજના માર્ગદર્શકોએ વધારે ભાર આપીને સમાજને સમતાની દિશામાં એકાગ્ર કરવું જોઈએ.
શિબિરે આ કામ બજાવ્યું છે. આજે અનેક દેશોમા જે સમાજ શિક્ષણ આપવામાં આવે છે તેથી સંઘર્ષ, લેભ, કલેશ, અદેખાઈ, ધૃણા, પૂરતા અને વૈરવૃત્તિ તેમજ વિલાસિતાને પણ મળે છે કારણકે તે ગ્રામ ધર્મલક્ષી અને સત્ય પ્રેમલક્ષી શિક્ષણ હેતું નથી. એ દૃષ્ટિએ જોતાં શિબિર ધર્મદ્રષ્ટિ રાખી, સત્ય-પ્રેમ-ન્યાયના લક્ષ્યબિંદુથી જે સામાજિક શિક્ષણનું ભાતું આપ્યું છે તે નોંધપાત્ર છે.
આજે વિશ્વના પ્રવાહે એટલી ઝડપથી બદલાતા જાય છે કે તે વખતે તે સમાજના માર્ગદર્શક યુગાનુકુળ નહીં વિચારે, ધર્મની ગોઠવણી યુગના પ્રવાહની સાથે મેળ બેસાડીને નહીં કરે, તે આજે રડવું પડયું ભારતનું સાંસ્કૃતિક જીવન જે ગામડાંમાં નજરે પડે છે તે પણ શહેરની સાથે સેડાઈને અનિષ્ટ સંસ્કૃતિ તરફ દોટ મૂકતું થઈ જશે. માટે તત્વચિંતકો, સાધકે તેમ જ સાધુ સાધ્વીઓએ સંગઠને વડે યુગપ્રવાહને ધર્મની દિશામાં વાળવાનું ભગીરથ કાર્ય કરવું જોઈએ. એ વાતની ચેતવણી શિબિરે ઉચ્ચારી છે. છેલે સમગ્ર માનવજીવનને સુખી ૨૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com