________________
૩૨૯
રહીને તો એ સૌએ વધુમાં વધુ લાભ લેવાની કોશીશ કરી હોય એમ તેમના પત્રો ઉપરથી લાગે છે.”
. સુંદરલાલ : “આપણું જીવનમાં સાચા નિયંત્રણની જરૂર છે. મેટરને સ્થળ બ્રેક જોઈએ તેમ આપણા ઉપર સુક્ષ્મ બ્રેક તે જોઈએ જ. એને માટે કાંતિપ્રિય સાધુ-સાધ્વીઓ યોગ્ય નૈતિક અંકુશ રાખી શકે, એટલે આ શિબિરમાં તેમનું અને સાધક-સાધિકાઓના કર્તવ્યનું જ્ઞાનભાતું મળ્યું છે.
શ્રી. માટલિયાજી: “એટલા માટે જ કહું છું કે જીવનમાં અને તેમાં યે આવા જટિલ સમયના સામાજિક કાર્યક્રમોમાં તે માર્ગદર્શક બળ જોઈએ જ. પૂ. મહારાજશ્રી કહે છે તેમ” ક્રાંતિ પ્રિય સાધુસાધ્વીઓનું માર્ગદર્શન અને રચનાત્મક કાર્યકરોની સંસ્થાની પ્રેરણા લઈ જનસંગઠને રાજ્યપૂરક થઈને ચાલે તે આ બધા પ્રશ્ન પતે” એ વાત વહેવારું અને યથાર્થ છે.
પૂ. દંડી સ્વામી : “સાધુ-સંન્યાસી તરીકે અમોએ અમારી ફરજ બજાવી છે.”
ડે. મણિભાઈ : “શિબિરાધિપતિ તરીકે પૂ. મહારાજશ્રીનું તથા શિબિરનું નામ આપણી સાથે હવે જોડાઈ જતું રહે અડગપણે ટકી રહી અનુબંધ વિચાર ધારાનું કામ આપણે સૌએ પિતાના સ્થળે હીને ચાલુ કરી દેવાનું છે. અને જ્યારે પ્રાયોગિક સંઘે બોલાવે ત્યારે હાજર થવાનું છે.
શ્રી. માલિયા: બાદ સુંદરલાલે કહ્યું તેમ જીવનમાં અને સામાજિક જીવનમાં મૂક્ષ્મ બ્રેક લાવવા માટે આપણે બધાએ ગુજરાત પ્રાથગિક સંઘના સભ્ય થઈ જવું અને તેના કાર્યક્રમો તથા આદેશોને અપનાવવા, એટલે એમાંથી સંસ્થાના સંબધે અને મહારાજશ્રીનું છેટલું માર્ગદર્શન એ બંને બાબતે આવી જશે !”
ગોસ્વામી જી : “શું મારાથી પણ સભ્ય બની શકાય ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com