________________
૩૩૦
પૂ. નેમિમુનિ : સાધુ-સાધ્વી અને સંન્યાસીઓને તે વગર સભાસદે અને છતાં નિર્લેપ રહીને, બધી જ પ્રવૃત્તિઓ તથા બધી જ સંસ્થાઓને માર્ગદર્શન આપવાનું છે. તેથી તેમણે કોઈપણ લોકસંગઠન કે લોક સેવક સંસ્થાના સભ્ય બનવાનું નથી. પણ આ પહેલાં તેવા કોઈ સભ્ય થયા હોય તો તે તજી દેવાનું છે. આજના સંયોગોમાં સહુથી પહેલાં નિમિત્ત આ “અનુબંધ વિચારધારા”ના પૂ. મહારાજશ્રી હોવાથી, તથા પ્રાયોગિક સધે એમના મુખ્ય વાહનરૂપ બન્યા હોઈને આ બન્ને વાતો કરવાની અનિવાર્ય છે. જેમાંથી બધી જ કાર્યવાહી અનુબંધ વિચારધારાને અનુરૂપ થતી જશે !”
ત્યારબાદ લગભગ બધા જ શિબિરાર્થીઓએ–બળવંતભાઈ, ગોસ્વામીજી, સુંદરલાલભાઈ, ડોકટર સાહેબ-બધાયે શિબિર અંગે હૃદય સ્પર્શી વાતો કરી પોતપોતાની થયેલ ક્ષતિ અંગે તેમણે દુઃખ પ્રગટ કર્યું. સૌએ આજ લગી જે પ્રેમ વાત્સલ્ય મેળવ્યું હતું તેનો આનંદ પ્રગટ કર્યો હતે.
બ્રહ્મચારીજીએ પોતાને આવેલ આવેશનું દુ:ખ પ્રગટ કર્યું હતું. તે પ્રસંગથી પોતે એ નિમિત્તે તાદામ્ય અને તટસ્થતાનું જ્ઞાન શીખ્યા એમ જણાવ્યું. અહીંથી છૂટા પડવાનું વિચાર્યું પણ રાત્રે શું શું વિચાર આવ્યા વગેરે વાતો ઉપરથી અવ્યક્ત જગતનાં બળ અને વાત્સલ્ય, ક્રોધ અને આવેશ પર વિજ્ય લેખાવી સહુને હસાવ્યા.
શ્રી માટલિયાએ કહ્યું : “ચાર માસન શિબિર તો હવે ક્યાંથી યોજી શકાય ? પૂ. મહારાજશ્રી સૌરાષ્ટ્ર લગી ન પહોંચી શકે. એટલે પૂ. દંડી સ્વામી જે ચોમાસામાં છેવટ સાતેક દિવસ આપે તે મારા વિચાર, આ અનુબંધ વિચારધારાના સંદર્ભમાં માલપરામાં શિબિર ભરવાને છે.”
આ રીતે રસસભર વાયુમંડળ અને ભાવિકાર્યની ચેખવટ બાદ શિબિર દરમ્યાન મણિભાઈ, મીરાંબેન વગેરે સર્વેએ પોતપોતાના વતી કોઈને દુઃખ થયું હોય તે અંગે ક્ષમા માંગી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com