________________
૨૫૮
તેના સમાજની આજની પરિસ્થિતિ અને સાધુ-સાધ્વીઓનું વર્તન જોતાં તેમને સંતોષ નથી. પણ એવા સાધુ-સાધ્વીઓ શિબિરમાં કેમ આવ્યા નથી ? તે અંગે કંઈક તો કારણ હશે. તેમનો શુભેચ્છાથી અને બહાર રહીને પણ વિશ્વાત્સલ્યના ઉપદેશથી આપણને બળ મળશે એમ માનવું રહ્યું. તેમના ભાગ ન લેવાના કારણોમાં અત્યારે ઊંડા નહીં ઊતરીએ.
વિશ્વ વાત્સલ્યમાં મેં એ વિષે એકથી વધુ વખત લખ્યું છે. મેટા ભાગે સાધુ-સાધ્વીઓનાં શિબિરમાં નહીં આવવાના કારણોમાં અમુક સંપ્રદાયની પરિસ્થિતિ જ છે. જેની સામે સાધુ-સાધ્વીઓ હૃદયને નાદ ન કાઢી શકતાં હોય. પણ આવા સાધુઓએ પિતાના સમાજની મર્યાદામાં રહીને ઘણું કામ કરવું જોઈએ. આ અંગે વિશ્વ વાત્સલ્ય પ્રા. સંઘના પ્રમુખશ્રીએ જે ટકોર કરી છે; એ કામ કરવા સાધુ-સાધ્વીઓ ભાગ્યે જ જવાબદારી પાર પાડે છે!
એવું નથી કે તેમનામાં તરવરાટ નથી; તે તો છે. પરંતુ શું કરવું? કેમ કરવું ? સમાજના રૂઢિચિલાની સામે કઈ રીતે થવું ? એ અંગે તેમને માર્ગદર્શન મળતું નથી કે એ માર્ગ ખેડવાનું પ્રોત્સાહન મળતું નથી. તેથી માત્ર બોલવાનું થાય છે પણ આચરવાનું થતું નથી.
મને લાગે છે કે આત્મ કલ્યાણ સાધવું હોય તે પરકલ્યાણમાં રસ લેવો જોઈશે. જૈન સૂત્ર ઠાણાંગમાં કહેલું છે –
आतंतपे से परंतपे -ત્યાં કહેવામાં આવ્યું છે કે જે તું તપીશ તેજ બીજાને તપાવી શકશે. આજે સમાજમાં ફેલાયેલ અનિષ્ટો માટે જે સાધુ સાધ્વીઓ જવાબદાર હોય તો તેમણે પોતે પહેલાં તપસ્યા કરવી પડશે.
હમણું હમણું સમાજમાં ધન અને સત્તાની જેટલી પ્રતિષ્ઠા છે તેટલી ત્યાગ અને સેવાની નથી. એટલે લોકોની દોટ ધન અને સત્તા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com