________________
૨૮૦
(૩) પંજાબભૂમિ કમીગથી મુક્ત થાઓ અને શીખ-હિંદુ એકમત થાઓ.
(૪) ધર્મસ્થળે ભેદભાવનાં સાધન મટો અને માનવ એક્યનાં સ્થાન બને.
(૫) સંગઠિત લેકજાગૃતિ પ્રગટ થાઓ અને એકતા વિરોધીઓ સુમાર્ગે વળો.
- સદ્ભાગ્યે આ પ્રાર્થના અને સૂત્રોચ્ચારણની સારી અસર લોકમાનસ ઉપર તે થતી જ. વળી ગમે તે કારણે પણ ત્રીજે કે ચોથે જ દિવસે માસ્તર તારાસિંહે પિતાના હઠથી જે ઉપવાસો આદર્યા હતા તેના પારણાં થયાં. આ રીતે ત્યાંના લાગતાવળગતા રાષ્ટ્ર હિતૈષીઓના પ્રયત્નથી, અને આ ભાવનાના આંદોલનથી માસ્તર તારાસિંહને પ્રશ્ન પતી ગયો એમ કહી શકાય.
બીજો પ્રશ્ન અમદાવાદમાં એક જૈન સ્થા. સાધુજીએ કરેલ આમરણાત અનસન (સંથારા) વખતે શિબિરાર્થીઓના મનમાં છુરે; તે એ કે આ અનશન નિમિત્તે જૈનધર્મ કઈ વ્યાપક રૂપ ધારણ કરે એ હેતુથી નીચે મુજબ શિબિર તરફથી પત્ર છિપાપોળમાં અનશન (સંથારામાં) વિરાજતા સાધુજી મ. ઉપર પાઠવવામાં આવ્યો –
સાધુસાધ્વી શિબિર ગુર્જરવાડી, માટુંગા (મું. ૧૮)
તા. ૨૪–૧૦–૬૧ જૈન ધર્મમાં સંથારા અને અનશન જેવું પવિત્ર તપ માત્ર રૂઢિગત રીતે નહીં, પણ ઉપયોગ અને વિવેકપૂર્વક સર્વજનોના હિતાર્થે વિકસે, તે જરૂરી છે. તપના આ ઉત્કટ સાધન-સબંધે અન્ય વિચાર રજૂ નહીં કરતાં આપ જ્યારે અનશનને માર્ગે જઈ રહ્યા છો, ત્યારે શિબિરાર્થીઓ આપના આત્માની શાંતિ ઇચ્છે છે અને જે આંતર કર્મ બાળવા માટે આપ પુરુષાર્થ કરી રહ્યા છે, તેમાં આપની સફળતા ઈચ્છે છે. જેનલિગે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com