________________
૩૧૨
જવાબદારી નિભાવી; પણ શિબિરના જવાબદાર સાધક અધીક્ષક તરીકે મારે આપની નજીક આવવાનું હોઈ જુદી જુદી પ્રવૃત્તિના શિબિરાર્થીઓની પ્રવૃત્તિનો સ્વાદ માણવો પડ્યો. મેં જેટલું ઓછું ધ્યાન આપ્યું તેટલી મારી ઉણપ રહી. શિબિર પાસેથી લોકે બહુ જ અપેક્ષા રાખતા હતા તેવું પરિણામ આપણે લાવી શકીશું કે નહીં તે ભવિષ્યના ગર્ભમાં છે. અત્યારે તો આપણી કક્ષા જોતાં આશાસ્પદ પરિણામ લાવી શકાશે, એવી અપેક્ષા છે.
ક્રાંતમૂલ્યોની સ્થાપનાની દૃષ્ટિએ જોતાં પરિણામ સારું દેખાય છે. વચમાં છાપામાં આવ્યું હતું કે તપગચ્છ અને અચલગચ્છના બે આચાર્યોના અવસાન પછી બન્નેની નનામી યાત્રા (પાલખીયાત્રા) ભેગી નીકળી હતી. તે ઉપરાંત જુદા જુદા ગચ્છના આચાર્યો-સાધુઓએ એક પાટે બેસીને વ્યાખ્યાનો આપ્યાં. તેમને લોકોએ બિરાદવ્યાં છે. પછી માઈકમાં ભાષણ આપવાની પ્રથા ચાલુ થઈ, તેને જૈન સમાજે ક્રાંતિકારી પગલું ગયું. પણ એ તો જેનેના જુદા જુદા ગચ્છના સાધુઓની વાત થઈ. પણ જે જૈન–સાંપ્રદાયિકતા, અન્ય જૈનસંપ્રદાયના સાધુ ઉપાશ્રયમાં પગ મૂકે તો મિથ્યાત્વ અડી જાય એમ–માને ત્યાં એક પૂ. અજરામરજી મહારાજની પરંપરાના અને બીજા પૂ. જવાહરલાલજી મહારાજની પરંપરાના સાધુઓ – શંકરાચાર્ય અને દશનામી પરંપરાના સંન્યાસીઓની સાથે એક પાટ ઉપર બેસે–વેદિક સંન્યાસીઓ અને જૈન સાધુઓ એક સાથે ચોમાસું કરે; પરસ્પર પિતપોતાના નિયમ અને ક્રિયાઓમાં રહેવાની ઉદારતા બતાવે આ વસ્તુ ક્રાંતમૂલ્યોની દૃષ્ટિએ બહુ મહાન કહેવાય.
મને યાદ છે કે લીંબડીમાં જ્યારે પૂ. નાનચંદ્રજી મહારાજે ઉપાશ્રયમાં મહાવીરના નામને બદલે રામનામની ધૂન બોલાવી, ત્યારે જૈન પ્રજા ખળભળી ઊઠી હતી. આજે તો રામચંદ્રસૂરિ જેવા રૂઢિચુસ્ત આચાર્યો રામાયણ ઉપર અને માર્ગાનુસાહી ઉપર પ્રવચન કરે છે. પણ અહીં તો શિવ, વૈષ્ણવ, જૈન અને ક્યારેક ઈસ્લામના ઉપાસકો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com