________________
૩૧૬
લોકોમાં તેમજ ધર્મસંસ્થાઓ અને સાધુઓમાં એવી જડતા અને રૂઢિચુસ્તતા પડી છે. આવું ધર્મ ઝનૂન પ્રગટ થતાં તેની ઉપર કાનૂની સુધારણા આવશે. ટ્રસ્ટના કાયદાથી ધાર્મિક સંપત્તિને સરકાર ખેંચી લેવા પ્રયત્ન કરશે. આવા સંક્રાંતિ અને કટોકટીના સમયે પ્રગતિમાન મૂલ્યોને ઝંખનાર સાધુઓની જવાબદારી સવિશેષ ઊભી થાય છે. રાજકીય નેતાઓ અને શિક્ષિત વર્ગને સાધુ સંસ્થા ઉપરથી વિશ્વાસ ડગ જાય છે. આજે લેકે ઉપર રાજ્યની એટલે કે રાજનીતિની અને સિનેમા સ્ટારની પકડ વધતી જાય છે. એટલે લોકશાહી તૂટી પડવાનું જોખમ છે.
આ વસ્તુને ચીમકી રૂપે આપીને સાધુ શિબિરે એને ટકાવવા માટે ૪ અનુબંધ રૂપે ૪ સંદેશાઓ આપ્યા છે –
(૧) લોકશાહીને ટકાવવી હોય તે કોંગ્રેસને સુદઢ બનાવી, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં તેને કામ કરતી કરવી જોઈએ.
(૨) કેગ્રેસ પાસેથી સામાજિક, આર્થિક, શિક્ષણ અને સંસ્કૃતિ વિષયક ક્ષેત્રે આંચકીને કોંગ્રેસના પૂરક છતાં કોંગ્રેસથી સ્વતંત્ર એવા - સામાજિ-આર્થિક ક્ષેત્રે પક્ષ વગરના લેકસંગઠને ઊભાં કરવાં જોઈએ.
(૩) નૈતિક જીવન જીવનારાં અને પ્રેરક બળ તીિકે કામ કરનારા વ્રતબદ્ધ લોકસેવકોનું સંગઠન ઊભું કરવું જોઈએ.
(૪) પ્રગતિશીલ ક્રાંતદષ્ટા સાધુઓએ આગળ આવી બધાં બળાને સાંધવાનું કામ કરવું જોઈએ.
આ પાયાના ૪ સંદેશાઓ છે. સાધુ સાધ્વી શિબિરનું ટ્રે; મૂલ્યાંકન મેં મારી દષ્ટિએ ચ્યું છે. તે ઉપરથી સહેજે સ્પષ્ટ થશે કે તે વિશ્વનું આશા કિરણ બને છે.”
ત્યારબાદ વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘના ઉપપ્રમુખ શ્રી. પ્રહલાદભાઈએ માતૃસમાજની માહિતી આપતાં કહ્યું : “આજે વિ. વા. પ્રા. સંધ
તરફથી ચાર ઠેકાણે માતૃસમાજે ચાલે છે. માતાઓ અને બહેનોમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com