________________
૩૧૦
સામાજિક ક્રાંતિને તબકકે સાધુસાધ્વી શિબિર નિમિત્તે આવ્યા તે એની પાછળ કુદરતને કંઈક સંકેત જ માનું છું. ગુર્જરવાડીના કાર્યકરોએ બધી જ અનુકૂળતા કરી દેવાની જે ઉદારતા બતાવી છે તે બદલ હું તેમને ધન્યવાદ આપું છું.
–આજે આપણું મુખ્ય મહેમાન શ્રી. વૈકુંઠભાઈ છે. તેમનું શિબિર વ્યવસ્થાપક સમિતિ તરફથી હું હાર્દિક સ્વાગત કરું છું. આ સાધુસાધ્વી શિબિરમાં ચાર માસમાં શું થયું? એનું મૂલ્યાંકન ભવિષ્યમાં જ થશે. આ શિબિરમાં જે પ્રવચને જુદા જુદા વિષયો ઉપર થયાં છે. જે ચર્ચાવિચારણા થઈ છે તેનું પુસ્તક થોડા જ સમયમાં બહાર પડશે. તેથી આપ સૌને ખ્યાલ આવશે કે કેટલું ભગીરથ અને અદ્ભુત કામ શિબિરમાં થયું છે ! શિબિરમાં થયેલ કાર્યવાહી અંગે સંક્ષિપ્તમાં શ્રી. માટલિયાજી આપ સમક્ષ કહેશે જ. તેથી આપને સ્પષ્ટ ખ્યાલ આવી શકશે.
અંતમાં શિબિરમાં ભાગ લેનાર દરેક શિબિરાર્થીને આભાર માનું છું. અને શિબિર પ્રબંધમાં કોઈ પણ જાતની ત્રુટી રહી હોય તે તે માટે ક્ષમાયાચના ચાહું છું.” શિબિરનું ટૂંકું સરવૈયું
શ્રી. દુલેરાય માટલિયાએ શિબિરનું અત્યાર સુધીનું સરવૈયું કાઢતાં કહ્યું :
શિબિરની શરૂઆતથી આજ સુધી મને શિબિર સાધકોના પ્રધાન તરીકેનો લાભ મળે તેને હું મારું સદ્ભાગ્ય ઘણું છું. સાથેસાથે હું એક શિબિરાર્થી તરીકે હોવા છતાં સહેજ નિરાળે રહ્યો છું. એક ચિત્રકાર જેમ પોતે ચિત્ર દોરીને ચિત્રની નજીક રહે છે તેમજ દૂર રહીને ચિત્રમાં કેટલી પૂર્ણતા અપૂર્ણતા રહી છે તેને કયાસ કાઢે છે, તેવી જ રીતે સાથે રહીને શિબિરનું ચિત્ર ઘડવામાં હું મદદગાર બન્યો છું. તેનું ચિત્ર કેવું છે તેમજ દૂર રહીને મારા ઉપર શિબિરની શું છાપ પડી છે તે પણ રજૂ કરીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com