________________
[ ૧૨ ] સાધુ સાધી શિબિર પુર્ણાહુતિ સમારોહ
ચાર માસના લાંબા ગાળા સુધી સાથે રહેવા છતાં હજુ હમણાં જ મળ્યા છીએ અને શિબિર હમણાં-આટલી જલ્દી પૂરો થઈ ગયો એવી ભાવના લગભગ દરેક શિબિરાર્થીના મનમાં શિબિર–સમાપ્તિ કાળ પાસે આવતો ગયો તેમ થવા લાગી. તા. ૨૧-૧૧-૬૧નું છેલ્લું પ્રવચન થઈ ગયું. સાંજના ચર્ચા થઈ. બધાએ પોતપોતાને શિબિરથી શું લાભ થયો હતો તે હી બતાવ્યું જે અન્યત્ર આપવામાં આવેલ છે. પ્રિય છેટુભાઈને બીજે દિવસ મૌન હતું એટલે તેમણે પોતાનું લેખિત વક્તવ્ય તૈયાર કર્યું હતું. સહુના હદય ગદગદ થઇ ગયાં હતાં.
તા. ૨૨-૧૧-૧૧ને દિવસ પણ આવી ગયો. આજે પૂર્ણાહુતિને સમારોહ મનાવવાનો હતો. મુખ્ય અતિથિ શ્રી. વૈકુંઠલાલભાઈ મહેતા હતા. એક સંત કાર્યકરના હાથે ઉદ્દઘાટન થયું હતું અને સેવાભાવી રચનાત્મક પ્રખર ગાંધીવાદી કાર્યકર શ્રી. વૈકુંઠલાલભાઇ મહેતાના હાથે પૂર્ણાહુતિ થતી હતી તે પણ શુભ સૂચક હતું.
સવારે ૮-૩૦ વાગે શિબિર પૂર્ણાહુતિ સમારોહ શરૂ થયા. સર્વ પ્રથમ શ્રી મરાબને મંગળાચરણ કર્યું ભજનની પંકિતઓ મધુર સ્વરે
ગાઈને......
“ફૂલ કહે ધન્ય.....!”
વિધવાત્સલ્ય પ્રા. સંઘના મંત્રી શ્રી. ઉત્તમલાલ કીરચંદ ગેસલિયાએ કહ્યું : “આપ સૌ જાણે છે કે આજે સાધુ-સાધ્વી શિબિરની પૂર્ણ દૂતિને દિવસ છે. ચાર માસ પહેલાં આજ સ્થળે તેની મંગળારંભ થયો હતું ત્યારે મેં કહેલું કે આજ ગુર્જર વાડામાં લગભગ ૨૪ વર્ષ પહેલાં મહારાજશ્રીએ સમૌન એકાંતવાસમાં જે વિચારેલું તેનું નિવેદન વાંચન તરીકે કર્યું હતું. તે વિચારોની ક્રાંતિ હતી. આ ચાતુર્માસમાં ફરીથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com