________________
૩૦૭
સાધુસાધ્વી શિબિરના કાર્યક્રમોમાં આપ મગ્ન થયા હશે. શિબિર લાભદાયી નીવડશે. આજના લોકશાહીના નિરાશામય અને શિથિલ વાતાવરણમાં આ શિબિરમાં મળેલી પ્રેરણા માનવજાતિ માટે ચૈતન્ય અને સમાધાન નિર્માણ કરશે...”
– અહમદનગર (મહારાષ્ટ્ર)થી એક જૈન શ્રાવક. ..આપની અનુમોદનીય ઉદારતા અંગે શિબિર કાર્યવાહીની નોંધ નિયમિત મળે છે. યથાસમય વાંચું છું.ચર્ચા ઘણી જ તલસ્પર્શી અભ્યાસ પૂર્ણ અને ઉપાદેય છે. અને તે ઘણું-ઘણું જાણવાનું મળ્યું છે. આ પ્રવચન ચર્ચા-વાંચનથી મારા વિચારોમાં નવો પ્રકાશ અને પ્રેરણા મળ્યાં છે, અને મારી ભાવી ભૂમિકા સર્જન માટે જરુર ઉપયોગી નીવડશે, એમ મને આશા છે.. આપ બન્નેનાં પ્રવચને એ મારા માટે નવી દિશા અને નવી પ્રેરણા માટે રસ જગાડ્યો છે.. –બહદ્ મુંબઈમાં વિરાજતા એક સુવિહિત
મુનિજી, ...પત્રિકાઓ નિયમિત મળે છે. ખૂબ જ આનંદ થાય છે. અનુબંધ વિચારધારાની વ્યાપક્તા વિષે પૂરી સ્પષ્ટતા સાથે ખાતરી થઈ કે આપને માગ સર્વવ્યાપી બનશે જ. મહારાજથી પત્રિકાઓ પંચે છે...એક સાથીઓને પણ વાંચવા આપી છે...
–ઉત્તરગુજરાતથી એક શ્રાવકદંપતી, આમ જુદા-જુદા ધર્મ-સંપ્રદાયના સાધુ-સાધ્વી અને ગૃહસ્થભાદબહેનો ઉપર શિબિરની કાર્યવાહીની જે સારી છાપ ઊઠી છે, તે ઉપરના પત્રાંગેથી જણાય વગર રહેતી નથી. આમ ઘણાં સાધુ-સાધ્વીઓ અને સાધક-સાધિકાઓએ પરોક્ષ રીતે શિબિરને લાભ લીધે હતો એમ માની શકાય.
જે કે શિબિરના પ્રવચન અને ચર્ચાપત્ર વાંચ્યા પછી એક વિદ્વાન માન્યવર મુનિજી સક્રિય રીતે સાધુમર્યાદામાં રહી ધર્મમયસમાજરચના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com