________________
૨૯૦
લીધી. તેમની ધર્મમય સમાજરચના અંગે વાતે વહેવા લાગી અને ઘણું લોકે જિજ્ઞાસુ બન્યા કે એ શું છે? આપણી ધર્મદષ્ટિએ સમાજ રચનાનું સ્પષ્ટ ચિત્ર શું છે? એ જિજ્ઞાસાથી પ્રેરાઈ કેટલાંક ભાઈબહેન એમની પાસે આવ્યાં. એટલે પૂ. મહારાજશ્રીએ બકરાણા, ઝાંપ, અરણેજ, સાણંદ અને રાજકોટ આમ જુદા-જુદા ગામોમાં વિશ્વાસભ્ય ચિંતક વર્ગો યોજ્યા.
એમાંથી કેટલાંક સારાં કાર્યકર ભાઈબહેનો મળ્યાં. તેને લઈને તેઓ ભાલમાં ગયા. ત્યાં પાણીનું અત્યત કષ્ટ, ચાર ગાઉ સુધી પીવાના પાણી માટે જવું પડે. એ સ્થિતિમાં ત્યાં મહારાજશ્રીની પ્રેરણાથી જલસહાયક સમિતિ રચાય છે, તે દ્વારા જલકષ્ટ નિવારણ કરવામાં આવે છે. આરોગ્ય માટે વિશ્વવત્સલ ઔપધાલય સાણંદ અને શિયાળામાં સ્થપાય છે. ભંગી જેવી અત્યંત પછાત ગણાતી જાતિના બાળકોને સંસ્કારી બનાવવા માટે ઋષિ બાળમંદિર રચાય છે. આ રીતે ભાલનકાંઠોપ્રદેશ ધર્મદ્રષ્ટિએ સમાજ રચનાની પ્રયોગ ભૂમિ બને છે. ભાલનળકાંઠાના પ્રદેશમાં તેઓ ગામડે-ગામડે ફરે છે. ગામડાના હૃદયરૂપ ખેડુતોને નૈતિક સંગઠનની વાત સમજાવે છે. અને આ રીતે ખેડુત મંડળ સ્થપાય છે.
આ રીતે આ આધ્યાત્મિક ખેડૂતને ભૌતિક ખેડૂતોની સાથે તાળ મળી જાય છે. બંનેને સમન્વય ધર્મ દ્વારા કરે છે; અને ભૌતિક ખેડૂત (ગામડા)થી માંડીને આધ્યાત્મિક ખેડુત (ક્રાંતિપ્રિય સાધુ સાધ્વી) સુધીનો અનુબંધ જોડવાની વાત કરે છે. તેમની અનુબંધ વિચાર ધારાનું એ પહેલું ચરણ સક્રિય રીતે ત્યાં મંડાય છે. તેમાં આગળ વધાય છે અને ગ્રામ સંગઠનના બીજા અંગે રચાય છે—ગોપાલક અને મજુરોના મંડળે એની નીચે સહકારી મંડળી સહકારી જીન પ્રેસ વ. ચલાવવામાં આવે છે. ઝઘડાઓનો ઉકેલ લવાદી પદ્ધતિથી કરવામાં આવે છે. અનિષ્ટને દૂર કરવા શુદ્ધિપ્રયોગ અને તોફાનો વખતે શાંતિ સ્થાપિત કરાવવા શાંતિસેના પ્રયોગ પૂ. મહારાજશ્રીની પ્રેરણાથી શરૂ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com