________________
૨૯૭
હિન્દુઓ એકત્ર થાય અને પછી ભારત અને અંતે વિશ્વ એક થાય. ધર્મમય સમાજ ઘડાય. આમ સંતબાલ-વિચાર વ્યાપક થાય તેજ બને.
હમણાં પૂજાભાઈએ કાવ્યમાં કહ્યું કે “સંતબાલ તરફ મીટ મંડાણી તે હું પૂછું છું કે તે વ્યકિત તરફ કે શિબિર તરફ? આ શિબિર પણ સંતબાલ વિચારનું પરિણામ છે. જયંતી મનાવતી વખતે વ્યક્તિ પ્રશંસામાં ન ઊતરી જવાય એ વિચારવાનું છે. તે સાથે દરેકનું વ્યકિતત્વ સચવાય એની તકેદારી પણ રાખવાની છે. શિબિરાથમાંથી કેટલાક ને એમ પણ થયું કે “આ પાટલા શા માટે? હું કે બીજા સંન્યાસીઓ સહે જ ઊંચે શા માટે?” મેં સમજાવ્યું કે–પાટલા એમના માટે છે કે જે સાધુઓ છે તેમનામાં ગૃહસ્થાશ્રમી કરતાં થોડે ફેર હંમેશા રહે–આ આપણી પરંપરા છે. કારણ કે ગૃહસ્થાશ્રમ, બ્રહ્મચર્યાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ કરતાં સંન્યસ્તાશ્રમ વધુ આદરપાત્ર છે. જવાબદારી પણ વધુ તે તેમની જ છે. તમારા સહુના આશીર્વાદ મળે, શુભેચ્છાઓ મળે એટલી જ પ્રાર્થના છે !”
આમ આજને ભાવનાભર્યો પ્રસંગ સાનંદ સંપૂર્ણ થયા હતે. મહારાજશ્રીના અનન્ય વાત્સલ્યના કારણે સહુની એક જ ઈચ્છા હતી કે “જીવત શરદ શામ”
S
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com