________________
. ૨૯૪
વગેરે વાદોને આવ્યો. વિનોબાજીએ ત્યાગ કરીને વિષમતા તેડવાની વાત કરી. જેની પાસે છે, તે જેની પાસે નથી તેને સ્વેચ્છાએ આપે. એમાંથી ભૂદાનની જ્યોતિ પ્રગટી.
વિશ્વમાં સંકુચિત દષ્ટિ તેડવા માટે પંડિતજીએ પ્રયત્ન કર્યો. પંડિતજીને કોઈએ કહ્યું તમારી જન્મ જયંતિ ઉજવવા શું કરવું ! તો કહે કે વાત્સલ્ય જયંતિ ઉજબાલ જયંતિ ઉજવો!
મહારાજશ્રી આ બધી ગાંધીવાદી વિચારધારાને-સમાવેશ અને સમય તેઓ અહિંસક–અનુબંધ વિચારધારામાં કરે છે. તેના વિકાસ માટે અખંડ પ્રયત્ન કરે છે. અહિંસા વડે એક એવું ધર્મમય જીવન આવે કે તે સમાજ અહિંસક હોય અને તેમાં યોગ્ય વ્યકિતને યોગ્ય રીતે સ્થાન મળે એ તેમની અનુબંધ વિચારધારાને આધાર છે.
એટલે મારું જૈન ઘડતર થયેલું હોઈ ને મેં મહારાજશ્રી પાસે વાત મૂકી કે તમારી જયંતિ કેવી રીતે ઉજવીએ! તો તેમણે કહ્યું કે “અનુબંધ વિચાર જયંતિ” તરીકે ઉજ!” તે અંગે વધારે સ્પષ્ટીકરણ કરતાં તેમણે કહ્યું કે “આપણે એક એવી સંઘરચના કરવાની છે જેનાથી સત્ય અને અહિંસાનો ક્રમે ક્રમે વિકાસ થાય. એ માટે મારી એક કલ્પના છે. ક્રાંત દષ્ટા સંપૂર્ણ ત્યાગી સમગ્ર સમાજને માર્ગદર્શન આપનારા સાધુએ, બીજા બાર વ્રતધારી શ્રાવકની જેમ લોકસંગઠનનું સંચાલન કરનારા વ્રતબદ્ધ રચનાત્મક કાર્યકરો, ત્રીજુ નૈતિક લોક-સંગઠને–ખેડૂત, ગેપાલક, શ્રમિક એ બધા વર્ગનું તેમ જ નારી જાતિ વગેરેનું નૈતિક સંગઠન કરવું; ત્યાર પછી ચોથું રાજય આવે છે. તે બધી જ રાજ્યની પ્રવૃત્તિ કરે; પણ જે તે ધર્મના રસ્તે ન વળે તો કોઈ પ્રવૃત્તિ સારી ન થાય ! આજે રાજ્ય પક્ષ વડે ચાલે છે, તે ભલે ચાલે પણ, સત્ય અહિંસા અને ચૈતન્યને ટેકો આપે તે પક્ષને લોકે ભરપૂર ટેકો આપે–તેની સાથે સંબંધ જોડવો જોઈએ. એ રીતના ઘડાયેલ પક્ષમાં કોંગ્રેસ આવે છે. એમાં ઘણી ખામીઓ આવી છે તે છતાં તેને ગોખલે, તિલક, ગાંધીજી, અને નહેરૂ જેવાને પાસ લાગેલો છે એટલે તેને ટકાવવી અને સુધારવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com