________________
૮૯
(નર્મદા તટે ) માં સમૌન એકાંતવાસ રહ્યા. એ કાળમાં બધા ધર્મોનાં સત્યોને અભ્યાસ, ચિંતન, વિધવાત્સલ્યને બીજ મંત્ર “ મૈયા” રૂપે મેળવે છે. અવ્યક્ત જગત સાથે એકતાને અનુભવ રસ ચાખે છે.
ત્યાર પછી ૧૮૮૪ માં વાઘજીપુરા ચાતુર્માસ કરે છે. આ વખતે સ્કૃતિકાળ લગભગ પૂરો થાય છે. હવે કૃતિકાળ આવે છે. શ્રુતિમાં તો તેઓ સમાજના વિવિધ અનુભવેનું શ્રવણ કરીને સંધરે છે. લોકો જુદી-જુદી જાતના સમાજના અનુભવ “તિ શ્રયતે' રૂઢિ પ્રયતે” આ પે સાંભળવામાં આવે છે, એમ કહે છે. ત્યાં જ વળી કોઈ એમને કહે છે–નળકાંઠામાં ચાલે, ત્યાં તમને સુંદર કાર્ય મળશે, એટલે એમણે નળકાંઠાનો પ્રવાસ ખેડ્યો. ત્યાંની તળપદા કોળી અને બીજી પછાત જાતિઓમાં તે વખતે ઢાર ચેરી. બીજાની પરણેતર સ્ત્રીને ઉપાડી જવું, માંસ, દારુ, બહેનોના પૈસા લેવાં, ચા-બીડી વગેરે અનેક અનિષ્ટ જોયાં, એ બધાં અનિષ્ટોની પાછળ અર્થ અને કામની દષ્ટિ મુખ્ય છે, એ એમને લાગ્યું. ધમંદષ્ટિ બતાવી તેને પ્રયોગ સમાજમાં કરવા જાઈએ, એમ લાગ્યું. અહીં શ્રુતિકાળ અને સ્મૃતિકાળ પણ લગભગ પૂરો થાય છે.
વ આવે છે પ્રયોગ કાળ. એમાં સૈાથી પહેલાં નળકાંઠાના તળપદા કોળી પટેલનું ૧૮૮૫ ના પિપ માસમાં સમેલન ભરાય છે. એમાં એ લોકોને સાચી ધર્મદષ્ટિ સમજાવે છે અને આવી ધર્મદષ્ટિથી જ સમાજ સુખી થઈ શકે; નહિતર અર્થકામ પાછળ દોટ મૂકવાથી બધાને એટલે બધે પરસેવો પાડીને શ્રમ કરવા છતાં સાથ અને સુખ નહીં મળે. આ વાત એ લોકો સમક્યા. સમેલનમાં સામાજિક સુધારણાના ઠરાવ પસાર કર્યા. તે વખતે કોળી પટેલને નામકરણ સંસ્કાર પુ. મહારાજશ્રી “લે કપાલ' રાખીને કરે છે. ત્યાર પછી માંસાહાર, જુગાર, શિકાર, દારૂ અને ચા ઉપર ૫. મહારાજશ્રીએ પ્રહાર કર્યા. ઘણા લોકો આ વિચાર સાથે શ્રદ્ધાથી સંમત થયા. એ બદીને છેડવાની પ્રતિજ્ઞા ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com